MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથી પગાના દર્દીઓ શોધવા માટે રાત્રિ સર્વેનો ધમધમાટ શરૂ

સંતરામપુર = અમિન કોઠારી

મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથીપગાના દર્દીઓ શોધવા માટે રાત્રી સર્વેનો ધમધમાટ

 

 

મહીસાગર જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશના આરંભે સંતરામપુર, લુણાવાડા, બાલાશિનોર તાલુકાના સહિતના 12 ગામમાંથી રાત્રીના સમયે 4 હજાર જેટલા વ્યક્તિઓના લોહીના નમુના લેવામાં આવ્યા છે.જો કે આ રોગ ચેપી ન હોવાથી અન્ય કોઇ વ્યક્તિને તેની અસર થતી નથી. જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે ક્યુલેક્સ નામનો મચ્છર કરડવાથી હાથીપગાનો રોગ લાગુ પડે છે.

 

હાથીપગાનો રોગ નાબુદ કરવા માટે સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે લોહીના નમુના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ક્યુલેક્સ મચ્છરનો ઉપદ્રવ દૂષિત (ગંદા) પાણીમાં થતો હોય છે. આ મચ્છર વારંવાર કરડ્યા પછી હાથીપગાના જીવાણું શરીરમાં સંગ્રહ કરે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ જિલ્લાના તાલુકા પ્રમાણે ગામડાંની સાઇટ નક્કી કરવામાં આવી છે. તેના આધારે ઝુંબેશના આરંભે 12 ગામની અંદરથી ૪ હજાર વ્યક્તિના લોહીના નમુના વેલામાં આવ્યા છે. નક્કી કરવામાં આવેલી એક સાઇટ ઉપરથી 300 વ્યક્તિના લોહીના નમુના લેવામાં આવે છે. ૩ રૂરલ સાઇટ અને 1 અર્બન સાઈટ હાલના તબક્કે નક્કી કરાઇ છે. તેમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

લોહીના નમુના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવશે. તેના પ્રૂથ્થકરણ બાદ હાથીપગાના લક્ષણો કયા અને કેટલા વ્યક્તિઓમાં જીવતા ફરી રહ્યા છે તેની જાણકારી બહાર આવશે.ક્યુલેક્સ મચ્છર કરડ્યા પછી ૧૦ વર્ષે હાથીપગો થાય.દૂષિત પાણીમાં ઉપદ્રવ થતાં ક્યલેક્સ નામનો મચ્છર કરડવાથી હાથીપગાનો રોગ થાય છે. વારંવાર મચ્છર કરડ્યાના ૮થી ૧૦ વર્ષે પગનો ભાગ હાથી પગ જેવો જાડો થતો જાય છે. મચ્છર કરડ્યા પછી શરીરમાં તેના જીવાણું ફરતા રહે છે. તે નાશ પામે તે પછી રોગ દેખાવા લાગે છે. રોગના લક્ષણો જાણવા રાત્રીના સમયે જ લોહી લેવુ પડે.કોઇ પણ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં હાથીપગા રોગના લક્ષણો જાણવા માટે ખાસ રાત્રીના સમયે જ એટલે કે રાત્રે ૧૧ વાગ્યા પછી જ લોહીના નમુના લેવામાં આવે છે. તે અંગે ડૉ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે મચ્છર કરડ્યા પછી શરીરમાં જીવાણુ લોહીમાં ફરતા થાય છે, જો કે દિવસ દરમિયાન જીવાણુ એક સ્થળે સ્થગિત રહે છે અને રાત્રીના સમયે જ લોહીના પ્રવાહમાં ભળી જતા હોય છે. માટે રાત્રે જ લોહીના નમુના લેવાયા હોય તો જ લક્ષણો જાણવા મળી શકે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!