MULISURENDRANAGAR

મુળી તાલુકાનાં સોમાસર ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલ ભ્રષ્ટાચારની તપાસનાં આદેશ

તા.03/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હાઈકોર્ટે આપ્યાં તપાસનાં આદેશ જાગૃત નાગરિક દ્વારા થયેલ હતી પી.આઈ.એલ

મુળી તાલુકાનાં ગામોમાં મોટા પ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામમાં નાણાકીય ગેરરીતિઓ કરી ભ્રષ્ટાચાર થયો છે ત્યારે સોમાસરનાં જાગૃત નાગરિક એવાં ચીમનભાઈ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી આ અગાઉ તાલુકા પંચાયત જીલ્લા પંચાયત અને કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા છેલ્લે હાઈકોર્ટેનાં દરવાજા ખખડાવ્યા હતા તેમાં હાઈકોર્ટે દ્વારા પી.આઈ.એલ. માન્ય રાખી હતી અને ભ્રષ્ટાચાર કરનાર સામે તપાસનાં આદેશ આપતાં નોટિસ ફટકારવામાં આવી હતી તેથી ચકચાર મચી જવા પામી છે અને ભ્રષ્ટાચાર કરનાર અધિકારી દ્વારા ભલામણનાં દોર શરૂ કરવામાં આવેલ છે ત્યારે ચીમનભાઈએ જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે ત્યારે અમોને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચાર કરનાર તમામ લોકો સામે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી થશે અને ભ્રષ્ટાચાર કરનાર જેલનાં સળિયા પાછળ ધકેલાઈ જશે મુળી તાલુકાનાં સોમાસર ગામે મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારનું ભુત સળવળાટ શરૂ થતાં અનેકનાં તપેલાં ચડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે મુળી તાલુકાનાં તમામ ગામોમાં મનરેગા યોજના હેઠળ કામની તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે અને તેમાં સરપંચ તલાટી તાલુકા પંચાયત નાં અધિકારીઓની સંડોવણી બહાર આવે તેમ છે હાઈકોર્ટે હુકમ કરતાં સોમાસર ગામજનો માં આનંદની લાગણી ફેલાઇ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!