IDARSABARKANTHA

સાબરકાંઠામાં પાત્રતા ધરાવતી દિકરીઓના સુકન્યા સમૃધ્ધિ ખાતા ખોલાશે

સાબરકાંઠામાં પાત્રતા ધરાવતી દિકરીઓના સુકન્યા સમૃધ્ધિ ખાતા ખોલાશે

******

રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે ૧૧/૨/૨૦૨૩ થી ૧૫/૨/૨૦૨૩ દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની ભવ્ય સફળતાને ચિહ્નિત કરવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ અંતર્ગત સમગ્ર ભારતમાં અને સાબરકાંઠા જિલ્લામાં તા. ૯ અને ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે ૭.૫ લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ભારતભરમાં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના ૨૨/૧/૨૦૧૫ ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનના સંદર્ભમાં શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન તમામ પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યના દરેક ભાગમાં વિશેષ કેમ્પ અને મેળાઓનું આયોજન કરવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવા, તેમના ધ્યેયો સાકાર કરવામાં અને તેમના સપના પૂરા કરવામાં સહાયરૂપ બને છે. આ યોજનામાં આકર્ષક વ્યાજ દર અને આવકવેરાના ૮૦C હેઠળ કર બચત માટેની જોગવાઈ છે.

ભારતીય ટપાલ વિભાગ અને સાબરકાંઠા ટપાલ વિભાગ દ્રારા તમામ માતા-પિતાને તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટની ભેટ આપવા અનુરોધ કરાયો છે.

રિપોર્ટ જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!