SAYLASURENDRANAGAR

જાહેરમાં ડબલ બેરલ બંદુકમાંથી ફાયરીંગ કરનાર ચોરાવીરાનાં શખ્સને ઝડપી લેવાયો.

તા.03/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ વી. વી. ત્રિવેદીએ પીએસઆઈ વી.આર.જાડેજા તથા એલ. સી.બી.શાખાની અલગ અલગ ટીમો બનાવી, ખાસ એકશન પ્લાન તૈયાર કરી સુરેન્દ્રનગર જીલ્લો, ગે. કા.હથિયારોથી મુકત જીલ્લો બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ અને આ અંગે જરૂરી વર્કઆઉટ કરી, ખાસ વિસ્તારો ટાર્ગેટ કરી તે વિસ્તારના અસામાજિક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ તેમજ એલસીબીની ટીમ દ્વારા ધજાળા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે,સોશ્યલ મીડિયા ઉપર જાહેરમાં બાર બોર ડબલ બેરલ બંદુકથી એક રાઉન્ડ ફાયરીંગ કરતા વિડીયો મળેલ હોય, જે વિડીયોની અંગે ખાનગી રાહે તપાસ કરી કરાવી વિડીયોમાં ફાયરીંગ કરનાર ઇસમને શોધી એલસીબી કચેરી ખાતે લાવી તેની પુછપરછ કરતા વીડીયોમાં ફાયરીંગ કરનાર વિશાલભાઇ ટીગાભાઇ અજીભાઇ મેર ઉ.19 ચોરવીરા (ભા) તા. સાયલા જી. સુરેન્દ્રનગરવાળો હોય અને વિડીયોમાં જે હથિયારથી ફાયરીંગ કરતા હોય તે ડબલ બેરલ બંદુક બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે તે બંદુક પોતાના પિતાજી ટીગાભાઇ રવજીભાઇ મેર જાતે ત. કોળી ઉ.45 ચોરવીરા (ભા) તા. સાયલા જી. સુરેન્દ્રનગરવાળા હોવાનું જણાવેલ અને તેઓને બંદુક બાબતે પુછતા ડબલ બેરલ બંદુકનો પરવાનો ધરાવે છે તેઓ જે પરવાનો તા. 31/12/2023 સુધી રીન્યુ થયેલ છે આ પરવાનાવાળી તેઓની બંદુકથી તેમના દિકરા વિશાલભાઇએ તા. 26/1/2023 ના રોજ મારા મોટા દીકરા લાલજીભાઇના લગ્ન હોય જેના લગ્નમાં બપોરના સમયે કોટડા ગામે જાહેરમાં એક રાઉન્ડ ફાયરીંગ કરેલાની કબુલાત કરતા ઇસમના કબ્જા ભોગવટામાંથી ડબલ બેરલની બંદુક કિં.રૂા.15, 000 નો મુદામાલ મળી આવતા મુદામાલ કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ ધજાળા પો. સ્ટે. માં હથીયારધારા એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!