PANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના ખોજલવાસા ગામે ૨૮ વર્ષીય મહિલા પર દિપડાનો હિંચકારો હુમલો,બૂમાબૂમ થતાં દિપડો પાસે આવેલા ખેતરોમાં ભાગી છૂટયો, મહિલાનો આબાદ બચાવ

શહેરા

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

વનવિભાગ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં દિપડાની શોધખોળ શરૂ કરી

 

દિપડા એ મહિલા પર હૂમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ

 

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામે આવેલી દક્ષિણ બારીઆ પ્રાથમિક શાળાની પાછળ આવેલા લીમડા ફળીયામાં રહેતા ૨૮ વર્ષીય જ્યોતિકાબેન વિજયભાઈ પટેલ આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવે છે,જેઓ શુક્રવારની સવારે આંગણવાડીમસ છોકરાઓને લેવા માટે તેઓના ઘર નજીક આવેલ મકાઈના ખેતરો પાસેથી પસાર થતાં હતા ત્યારે અચાનક જ એક દિપડો ખેતરમાંથી આવી જતા તેઓની ઉપર હૂમલો કરી પગ પર પંજાના મારતા સાડીના કારણે દિપડાના સામાન્ય નખ વાગ્યા હતા અને બૂમાબૂમ થતાં દિપડો ત્યાંથી ભાગી ગયો હતો, બીજી તરફ ગામમાં દિપડો આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા કેટલાક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમસથી ઘરે લઈ ગયા હતા અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ શહેરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલને થતાં તેઓ તાત્કાલિક વનવિભાગની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ગ્રામજનોએ જણાવ્યા મુજબ શોધખોળ શરૂ કરાઈ હતી, ત્યારબાદ તેઓએ ખેતરમાં તપાસ કરતા પંજાના નિશાન જોવા મળ્યા હતા,જે પંજાના નિશાનનું નિરીક્ષણ કરતા તે દિપડાના પગલાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને વનવિભાગની ટીમે ગ્રામજનોએ હવે પછી પોતાની પાસે લાકડી રાખવાનું અને રાત્રિના સમયે ઘરોની અંદર લાઈટ ચાલુ રાખવાની સમજ આપી નાના બાળકો અને પૌઢ વ્યક્તિઓનું વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી.આ બનાવને લઈને વનવિભાગના કર્મચારીઓનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છેકે ઉપસ્થિત ગ્રામજનોની અંદરોઅંદર થતી ચર્ચા અનુસાર પહેલી વખત દિપડા એ દેખા દીધી હતી અને હાલ તો ગામના દક્ષિણ બારીઆ વિસ્તારમાં દિપડાને દેખાવાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!