MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના પાડેડી અડોર ગામે કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
અમિન કોઠારી સંતરામપુર

સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે મહીસાગર કલેક્ટર શ્રી ના અધ્યક્ષ સ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ .

સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે ગ્રામસભા યોજવામાં આવી આ ગ્રામ સભામાં સરકારી યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવેલું હતું.

ગ્રામસભામાં હાજર રહેલા તમામને પોતાના સૂચનો આપવા માટેની જાણ કરવામાં આવી અને જણાવેલું કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ ગ્રામસભામાં કહી શકો છો અને તમારા દરેક પ્રશ્નનો નિરાકરણ પણ લાવીશું.

અને ખાસ કરીને સરકારની આયુષ્યમાન ભારત કાર્ડ ફરજિયાત અવશ્ય કઢાવવું વૃદ્ધ પેન્શન યોજના વિધવા સહાય યોજના ખેતી માટે આવતી તમામ સહાયો અને તમામ યોજનાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતુ.

 

 

ખાસ જણાવેલું કે આપણી ગ્રામ પંચાયતમાં સમયસર સફાઈવેરો અન્ય વેરો પણ ભરવાનો આગ્રહ રાખવો ગામને સ્વચ્છ રાખો વૃક્ષ વાવો સરકારી મિલકતોની નુકસાન ન કરો અને નુકસાન કરતા હોય તો તેને અટકાવો.

 

 

આ ગ્રામ સભામાં મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ગામના સરપંચ અને સભ્ય તમામ હાજર રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!