OLPAD

બિરલા સેલ્યુલોઝ કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ચેક અર્પણ

વાત્સલ્યમ સમાચાર

મહેન્દ્રસિંહ માંગરોલા  ઓલપાડ

બિરલા સેલ્યુલોઝ કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ચેક અર્પ

કોસંબા નજીક  ખર્ચગામ  નજીક  આવેલ  બિરલા સેલ્યુલોઝ કંપની   દ્વારા કાંઠાની શાળાના વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરી શકે એ માટે ચેક અર્પણ ક૨વામાં આવ્યા હતા.
દર વર્ષે ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળા અને મંદ્રોઈ સ્કૂલમાં બાળકોના અભ્યાસ માટે માતા-પિતાની મદદ  કરવા માટે, બાળકોને ઉત્સાહમાં વધારો કરવા માટે, આગળ ભણવામાં મદદ થવા માટે, નોટબુક,દફતર માટે આ ચેક ખુબ જ ઉપયોગી બનશે. કંપનીના સી.એસ.આર. વિભાગના સતીશભાઈ, ગામના સરપંચ દિલીપ પટેલ, કંપની ના રીંકલબેન, શાળાના આચાર્ય ડો.ધર્મેશ પટેલ હાજર રહી ને કુલ ૨૦,૦૦૦  ની સહાય ચેક આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર ૫૦૦૦, બીજા નંબર ૩૦૦૦ અને ત્રીજો નંબર ૨૦૦૦ ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!