BHARUCHNETRANG

નેત્રંગ છેતરપિંડી : KYC અપડેટ કરવાના નામ પર રૂ.૨.૩૫ લાખની છેતરપિંડી.

નેત્રંગ છેતરપિંડી : KYC અપડેટ કરવાના નામ પર રૂ.૨.૩૫ લાખની છેતરપિંડી.

નેત્રંગ ખાતે રહેતા એક યુવાન સાથે થયેલી છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ. જેમાં આ યુવાનના મોબાઇલ નંબર પર એક QP-AMITKI નામથી મેસેજ આવ્યો કે “પ્રિય ગ્રાહક, તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એકાઉન્ટ હોલ્ડ કરવામાં આવશે, કૃપા કરીને તરત જ તમારું કે વાય સી અપડેટ કરો આવેલ લિંક પર ક્લિક કરો ખૂબ ખૂબ આભાર” યુવાને મોબાઇલ નંબર ઉપર આવેલ લીન્ક ખોલી જેમાં યોનો એપ્લિકેન્સનો યુનો આઇ.ડી અને પાસવર્ડ નાખતા યુવાનના મોબાઈલ પર એક OTP આવ્યું હતું. જે. OTP લખી સબમીન્ટ કરતા યુવાનના ખાતા માંથી એકાએક પ્રથમ વખત ૨૫,૦૦૦/- તેમજ બીજી વાત રૂપિયા ૨,૧૦,૦૦૦/- મડી કુલ રૂપિયા ૨,૩૫,૦૦૦/- ઉપડી જતા. યુવાને તત્કાલ જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નજીકની શાખા પર જઈ પોતાના બેંક ખાતા માંથી ઉપડી ગયેલ પૈસા વિશે પૂછપરછ કરતાં તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં યુવાનના પગ નીચેથી એકાએક જમીન સરકી ગઈ હતી. જેથી યુવાને સાયબર ક્રાઇમમાં પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે જાણ કરી ફરીયાદ નોંધાવી જે બાદ નેત્રંગ પોલીસ મથકે પણ લેખીત રજુઆત કરી.

રિપોર્ટર
બ્રિજેશકુમાર પટેલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!