MORBIMORBI CITY / TALUKOTANKARA

એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 99 દર્દીઓએ લાભ લીધેલ

એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 99 દર્દીઓએ લાભ લીધેલ સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયેલ. સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 6 તારીખે ટંકારા માં શ્રી એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે.જે અંતર્ગત તા.6-2-૨૦૨૩ સોમવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 99 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 27 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. કિરીટભાઈ આચાર્ય, રાજેન્દ્રભાઈ ગાવડીય, હેમુભાઈ પરમાર, દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ), નિલેશભાઈ પટણી ,લાલાભાઇ આચાર્ય,ગીરીશભાઈ ગાંધી, જગદીશભાઈ કુબાવત ,ગીતાબેન સરડવા,કુવરજીભાગીયા તેમજ મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવી કેમ ને સફળ બનાવવામાં આવ્યો હતો, 99 લોકોએ લાભ લીધો હતો તેમજ 27 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવશે. દર મહીના ની 6 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ચંદ્રકાંતકટારીયા(ચનાભાઈ)-800328442, પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવાયું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!