BHARUCHNETRANG

ચાસવડ : કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ અને જાગૃતિ કાર્યક્રમનુ અને પ્રદર્શન યોજાયું.         

ચાસવડ : કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ અને જાગૃતિ કાર્યક્રમનુ અને પ્રદર્શન યોજાયું.

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નવી દિલ્હી દ્વારા આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર, ચાસવડ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષય પર ટીમલા ગામે એક દિવસની તાલીમ, જાગૃતિ કાર્યક્રમનુ અને પ્રદર્શન આયોજ્ન કર્યુ હતુ.આ કાર્યક્રમમા‌ દરમ્યાન દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા, બીજામૃત જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, મિશ્ર પાક પધ્ધતી જણાવવામાં આવ્યું જેનાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોની સંખ્યામાં વધારો તેમજ પાક વ્રુધ્ધીમાં પોષણ આપે છે તેમજ રોગ-જીવાત નિયંત્રણ માટે ખુબ અસરકારક છે.આ તાલીમમાં ભરૂચ જીલ્લાના ખેતી અધિકારી પી. આર. માંડાણી, કે.વી.કેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેંન્દ્ર એમ,પટેલ, હર્ષદભાઇ એમ. વસાવા,વિષય નિષ્ણાત, વિસ્તરણ શિક્ષણ, ડો ધનંજય શિંકર,વિષય નિષ્ણાત, પશુપાલન, દેવેંદ્ર.જે. મોદી, વિષય નિષ્ણાત,બાગાયત, ફાર્મ મેનેજર તુશારભાઇ.જી. ભાલાણી, સાગર.આર.ગોમકાલે અને ગ્રામ સેવક ઉપસ્થીત રહ્યા હતા અને ટીમલા ગામના મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થીત રહ્યા હતા.

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા

 

 

 

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!