GIR GADHADAGIR SOMNATH

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.૬

ગીર સોમનાથ જિલ્લા ભાજપ અ.જા મોરચા દ્વારા સંત રવિદાસ મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

વેરાવળ સર્કિટ હાઉસ ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અ.જા મોરચાના અધ્યક્ષ સ્થાને સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજ ની જન્મ જયંતી ની શાનદાર ઉજવણી કરવામાં આવી

જેમાં પ્રદેશ અ.જા મોરચાના અધ્યક્ષ અને કોડીનાર ૯૨ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ડો.પધ્યુમન વાજા સાહેબ, પ્રદેશ અ.જા મોરચા ના કાર્યાલય મંત્રી શ્રી અરવિંદ ભાઈ કતાપરા, કલ્પેશ ભાઈ સોલંકી સોશ્યલ મીડિયા પ્રભારી ગુજરાત પ્રદેશ અ.જા મોરચો, જિલ્લા મોરચાના પૂર્વ પ્રમુખ/પૂર્વ પ્રભારી શ્રી ગીરીશભાઈ ભજગોતર, જિલ્લા મોરચાના પ્રભારી શ્રી હીરાભાઈ સોલંકી, પ્રદેશ અ.જા મોરચાના આમંત્રિત સભ્યશ્રી અમૃતા બેન અખિયા, જિલ્લા ભાજપ સંગઠનના મંત્રીશ્રી પ્રવિણભાઈ આમ્હેડા, ગીર ગઢડા તાલુકા મંડળ પ્રમુખ કાળુભાઇ રૂપાલા, જિલ્લા પંચાયત ગીર સોમનાથ ના મહિલા અને બાળકલ્યાણ વિભાગના ચેરમેન શ્રી દ્રારકાદાસ દોમડિયા,અ.જા સોશ્યલ મીડિયા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રી રાજેશભાઈ ભજગોતર, જિલ્લા શિક્ષણ સમિતિ ના કોપ્ટ સભ્ય દિનેશ ભાઈ ભજગોતર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમિતિના સભ્ય શ્રી બચુભાઈ રાઠોડ,ઊના વિધાનસભા મોરચા ના સંયોજક શ્રી બાલુભાઈ બાંભણીયા વિગેરે પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી, જિલ્લા મોરચાના પ્રમુખ માનસિંગ ભાઈ વાઘેલા દ્રારા આવેલ તમામ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ પ્રદેશ મોરચા ના અધ્યક્ષ અને કોડીનાર નાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી ડો.પધ્યુમન વાજા સાહેબ નું જિલ્લા મોરચાની સમગ્ર ટીમ દ્વારા મુમેટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું,મંડળ મોરચા પ્રમુખ/મહામંત્રી દ્રારા તેમજ વિવિધ સમાજના વરીષ્ઠ આગેવાનો દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી નું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું.

ડો.પધ્યુમન વાજા સાહેબ દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજ ના જીવન ચરિત્ર અને સમાજ ને આપેલા ઉપદેશો ની ઝીણવટભરી માહિતી આપી હતી.

કાર્યક્રમ નું સંચાલન મહામંત્રી પ્રવિણભાઈ સાંખટ દ્રારા અને આભાર વિધિ મહામંત્રી કાંતિભાઈ ચુડાસમા દ્રારા કરવામાં આવી અને કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!