MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ કરી તાલુકા પંચાયતની મુલાકાત

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

વાંકાનેર શ્રી સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ કરી તાલુકા પંચાયતની મુલાકાત

“તાલુકા પંચાયતની વિવિધ કચેરીમાં પ્રજા લક્ષી કામગીરી અંતર્ગત માર્ગદર્શન શિક્ષકોએ અપાવ્યું”

વાંકાનેર: શાળાએ સંસ્કાર સાથે શબ્દોની ઓળખ આપતું સરસ્વતી નું ધામ છે જેમાં શિક્ષકો દ્વારા પોતાના વિદ્યાર્થીઓ આવતીકાલનું દેશનું ભવિષ્ય સમાન હોય જેથી રાષ્ટ્રહિત સમાજ હિત સાથે સાથે પરિવારિક સંસ્કારિક અને ભારતીય સંસ્કૃતિ પરંપરા અંતર્ગત વિવિધ કાર્યક્રમો વાર તહેવારે સરકારી શાળાઓમાં શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ થી કદમ મિલાવી પોતાના આત્મવિશ્વાસ વધારી પોતાની શાળાનો વિદ્યાર્થી આત્મા નિર્ભર બને તેવા હેતુસર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં અધિકારીઓ દ્વારા પ્રજા લક્ષી થતા કામગીરી અંગેની વિગતો માહિતીઓનો પણ અભ્યાસ શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે તેવા હેતુએ વાંકાનેર સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા જીનપરા દ્વારા તારીખ 6 2 2023 ના રોજ ધોરણ છ થી આઠ ના 47 વિદ્યાર્થીઓની ટીમ સાથે તાલુકા પંચાયતની મુલાકાત કરી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો માટે વિવિધ અરજીઓ જનમ મરણ ના દાખલા ક્રિમિનલ દાખલા જ્ઞાતિ ના દાખલા બાંધકામ શાખા શિક્ષણ શાખા વિગેરે શાખાઓની મુલાકાત કરાવી હતી જેથી વિદ્યાર્થીઓ આત્મા નિર્ભર સાથે સાથે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી સમયને સાથે શૈક્ષણિક શબ્દની ઓળખ ની સાથે પરિવારિક સંસ્કારિક સામાજિક વિગેરે જ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓનું ભાવી આવનાર સમયમાં પ્રકાશ આપે એવી આશાઓ સાથે શ્રી સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા જીનપરા ના આચાર્ય પન્નાબેન પરમાર તેમજ શિક્ષક હેમરાજભાઈ સાગઠીયા અને આશાબેન ડાંગર સાથે હર્ષાબેન સોલંકી અને વિદ્યાર્થીઓ તાલુકા પંચાયતની મુલાકાત લેતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!