NANDODNARMADA

ડે. સરપંચ સામે એટ્રોસિટીની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવા બદલ ચાર ઈસમો વિરૂદ્ધ તિલકવાડા પોલીસે ફરિયાદ દાખલ કરતા ચકચાર

ડે. સરપંચ સામે એટ્રોસિટીની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવા બદલ ચાર ઈસમો વિરૂદ્ધ તિલકવાડા પોલીસે ફરિયાદ દાખલ કરતા ચકચાર

તિલકવાડા તાલુકાના મોરિયા ગ્રા.પં ના ડેપ્યુટી સરપંચ તેમજ વરવાળા ગ્રા.પં. ના મજી સરપંચ વિરુધ એટ્રોસીટી એક્ટ મુજબ નોંધાવેલ ફરિયાદ ખોટી ઠરતા પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ ખોટી ફરિયાદ નોંધાવા બદલ ગુનો દાખલ કર્યો

રાજપીપલા : જુનેદ ખત્રી

ક્યારેક પોલીસનો અને કાયદાઓનો ઉપયોગ કરી નિર્દોષ લોકોને હેરાન તેમજ બદનામ કરવાનો લોકો કારસો રચતા હોય છે ત્યારે જો ફરિયાદ ખોટી ઠરે તો ફરીયાદી વિરુધ પણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવાની સત્તા પોલીસ પાસે રહેલી છે ત્યારે તિલકવાડા તાલુકામાં આવોજ કિસ્સો સામે આવ્યો છે તિલકવાડા તાલુકાના મોરિયા ગ્રા.પં ના ડેપ્યુટી સરપંચ તેમજ વરવાળા ગ્રા.પં. ના મજી સરપંચ વિરુધ એટ્રોસીટી એક્ટ મુજબ નોંધાવેલ ફરિયાદ ખોટી ઠરતા પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ ખોટી ફરિયાદ નોંધાવા બદલ ગુનો દાખલ કર્યો છે

સમગ્ર મામલો એમ છે કે આરોપી (૧) અંબુભાઇ નરસિંહભાઇ વણકર (૨) ગોપાલસિંહ માનસિંહ ચાવડા (૩) લાલજીભાઇ દેસાઇભાઇ રબારી, ત્રણેય રહે.મોરીયા તા.તિલકવાડા જી.નર્મદા (૪) અરવિંદભાઇ ભુલાભાઇ તડવી રહે.નળગામ તા.તિલકવાડા જી.નર્મદા નાઓએ તા.૧૨/૦૧/૨૦૨૩ ના આશરે દશેક વાગે મોજે મોરીયા ગામની સીમમાં આરોપી ગોપાલસિંહ માનસિંહ ચાવડાના કુવાવાળા ખેતરે ચારે જણા ભેગા થઇ વરવાડા ગ્રામપંચાયતના ડે.સરપંચ બરકતતુલ્લા કીરીટસિંહ રાઠોડ રહે.મારૂડીયા તા.તિલકવાડા જી.નર્મદા તથા વરવાડા ગ્રામપંચાયતના માજી સરપંચ રાજેશભાઇ ભુરાભાઇ તડવી રહે.વરવાડા તા.તિલકવાડા જી.નર્મદા નાઓ ગ્રામપંચાયતની માહિતી આપતા ના હોઇ જેથી તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાના ઇરાદાથી ગુનાહીત કાવતરું રચી, તિલકવાડા પો.સ્ટે.માં “ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકીઓ આપી, જાતીવાચક શબ્દો બોલી” જેવા ખોટા આક્ષેપોવાળી ખોટી અરજી કરી ફરિયાદ નોંધાવી હતી પરંતુ ફરીયાદી દ્વારા નોંધવામાં આવેલ સમય અને સ્થળ ની પોલીસ દ્વારા તપાસ કરતા આ સમયે ડે. સરપંચ વડોદરા હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે વડોદરા કમાંડ કંટ્રોલ માંથી ડે. સરપંચની ગાડીના ફૂટેજ અને મોબાઈલ ટ્રેસ કરતા માહિતી મેળવી સઘન તપાસ હાથ ધરતા ફરિયાદીએ ખોટી ફરિયાદ કરી હોવાનું સામે આવતા પોલીસ અધિકારી પાસે તેની સત્તાનો ઉપયોગ કરાવવાના ઇરાદાથી તેમજ સામાવાળાઓને ખોટા કેસમા ફસાવી તેઓને હાની પહોચાડવાના ઈરાદાથી રાજય સેવકને ખોટી માહિતી આપી એકબીજાની મદદગારી કરનાર ચારેય વિરુધ ગુનો દાખલ કરતાં પંથકમાં ચકચાર મચી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!