SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

રાજય સરકાર દ્વારા નવી જંત્રીના અમલનો આદેશ થતા બિલ્ડર લોબીમાં રોષની લાગણી

તા.07/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજ્ય સરકાર દ્વારા 2011 બાદ 2023 માં આજના દિવસથી નવી જંત્રીનો અમલ કરતાની સાથે જ ઠેર ઠેરથી રોષ અને અસંતોષની લાગણી વ્યકત થઈ રહી છે કટ ઓફ ડેટ આપ્યા વિના જ અમલ શરૂ કરી દેવાતા જમીન મકાન બાંધકામનાં સોદાઓમાં મુશ્કેલી પડવાથી ઝાલાવાડની બિલ્ડર લોબીમાં નિરાશા સાથે રોષની લાગણી ફેલાવા પામી છે બિલ્ડરો લોબી દ્વારા તા. 6 ને સોમવારે કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરતુ આવેદનપત્ર આપવામા આવેલ.રાજ્યસરકાર દ્વારા નવી જંત્રીનાં અમલનો આદેશ થતાની સાથે જ તેમાં રહેલી વિસંગતતા અને રાતોરાત અમલને કારણે જમીન મકાન બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે નવી જંત્રીનાં તાકીદે અમલથી બાંધકામનાં જે પ્રોજેક્ટ પુરા થવાનાં હોય અથવા તો નાની મોટી મુદ્દતમાં બિલ્ડરોએ જેતે બાંધકામનું વેચાણ કર્યું હોય કે દસ્તાવેજ કરવા માટેની મુદ્દત નજીકમાં હોય તેવા સોદામાં નવી જંત્રી ડબલ થવાથી ખરીદનાર સાથે તકરાવ સહિત ઘર્ષણ ઉભું થવાની શક્યતા છે કારણ કે, જંત્રી અમલી થવાથી સ્ટેમ્પ ડયુટી વધુ ભરવી પડે તેમજ દસ્તાવેજની રકમ પણ બમણી થવાથી ખરીદનાર ગ્રાહકો સાથે માથાકુટ ઉભી થવાની અને બિલ્ડર બોલીને મુશ્કેલી પડવાની શક્યતા છે. નવી જંત્રીમાં રહેલી વિસંગતતાને કારણે સુરેન્દ્રનગર વઢવાણનાં કેટલાક વિસ્તારોમાં જમીન કરતા જંત્રીનો ભાવ પહેલેથી જ વધુ હતો તે હવે બમણો થઈ જશે દાખલા તરીકે, દુધરેજ વિસ્તારમાં નવા જંકશન પાછળ જમીનનો ભાવ સરેરાશ 1500 રૂા.પ્રતિવાર ચાલે છે અને જંત્રી રૂા.3250 આસપાસ હતી જે પહેલેથી જ જમીનના ભાવ કરતા વધારે હતી અને હવે બમણી થઈ ગઈ છે એજ રીતે મુળચંદ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ ઉદ્દભવી છે.

Back to top button
error: Content is protected !!