BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા કક્ષાનો અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ભરૂચ જિલ્લા કક્ષાનો અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે             ભરૂચ:ગુરૂવાર:- ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે.માહેઃ ફેબ્રુઆરી-૨૦૨૩ની તા.૨૨-૦૨-૨૦૨૩ના રોજ ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે હોઇ ફરિયાદ અરજી કચેરીમાં રૂબરૂ અથવા ટપાલમાં બે નકલમાં મોકલી આપવાની રહેશે.

અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ ખાસ લખવાનું રહેશે.અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેલ કાગળ ઉપર કરવાની રહેશે. અને તેમાં અરજદારે પોતાનો ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર અવશ્યક લખવાનો રહેશે. પોસ્ટકાર્ડ કે અંતરદેશી પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાના પ્રશ્નો જાતે રજૂ કરવાના રહેશે. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી. અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો કરી શકાશે નહિ.અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ સ્પષ્ટ જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમનુસાર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલ હોય પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે. કોર્ટને લગતા, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો ઘ્યાને લેવામાં આવશે નહિં. તેમજ જે અરજદારશ્રીને ફરિયાદ નિવારણમાં હાજર રહેવાની જાણ કરેલ હોય તે સિવાયના ફરિયાદ નિવારણના પ્રશ્ન લઇને અન્ય કોઇપણ અરજદારે હાજર રહેવાનું નથી.

માહે-ફેબ્રુઆરી-૨૦૧૧ થી ‘ગ્રામ સ્વાગત’ કાર્યક્રમ શરૂ કરવા અભિગમ છે અને આ કાર્યક્રમ હેઠળ ગામના પ્રશ્નોની ફરિયાદ અરજીનો ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમ સમાવેશ કરી નિકાલ કરવાની છે. જેથી જે તે માસની ૧ લી તારીખથી ૧૦ મી તારીખ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી મોકલવાની રહેશે. માહેઃ ફેબ્રુઆરી-૨૦૨૩ માસનો ‘તાલુકા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨-૦૨-૨૦૨૩ના રોજ યોજાનાર હોઇ ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને મોકલી આપવાની રહેશે તેમ કલેકટરશ્રી ભરૂચની એક યાદીમાં જણાવ્યુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!