NAVSARIVANSADA

વાંસદામાં ૯ ફેબ્રુઆરીએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે વાંસદામાં ૯ ફેબ્રુઆરીએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ ,વાંસદા

વાંસદામાં ૯ ફેબ્રુઆરીએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે વાંસદામાં ૯ ફેબ્રુઆરીએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે

એન. આર. એલ. એમ. મિશન મંગલમ યોજના અંતર્ગત ૯ મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે સમસ્ત કુકણા સમાજની વાડી ખાંભલા, વાંસદામાં કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાભાર્થીઓને સામૂહિક લોન વિતરણ થનાર છે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નવસારી દ્વારા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં મિશન મંગલમ યોજનાનો

 

લોકોને વધુને વધુ લાભ મળે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે આગામી દિવસોમાં પણ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરી તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને સામૂહિક લોન વિતરણ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં વાંસદા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભાર્થીઓને સીધો લાભ મળશે. જેના પગલે લાભાર્થી આર્થિક રીતે પગભર બનીને પોતાનો જીવન નિર્વાહ સરળતાથી કરી શકશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!