MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી.ની ચુંટણી યોજાશે

સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ પ્રસિધ્ધ કરાયો

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. વાંકાનેર ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે. મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૦/૦૨/૨૦૨૩ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.

ઉમેદવારી પાછી ખેચી લેવાની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર વાંકાનેરની કચેરી ખાતે તા.૧૩/૦૨/૨૦૨૩ કરવામાં આવશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૧૩/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે અને મતદાન તા.૨૨/૦૨/૨૦૨૩ શ્રી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે કરવામાં આવનાર છે. જેની મતગણતરી તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ શ્રી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે તેવું વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી અને ચુંટણી અધિકારીશ્રી એ. એચ.સેરશિયાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!