SURENDRANAGARWADHAWAN

વઢવાણ તાલુકાનાં ફુલગ્રામ ગ્રામે સામાન્ય બાબતે ત્રિપલ મર્ડર,

તા.07/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

એક મહિના પહેલા ગટરના પ્રશ્ને બોલાચાલી બાદ પિતા પુત્ર પુત્રવધૂની હત્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.

સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ચારેકોર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં એક જ પરીવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવ્યા આવી છે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં હત્યા થયાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા આ ખૂની ખેલમાં અગો નામના શખ્સની સંડોવણી ખુલી હતી જેને લઈને પોલીસે અગાની ધરપકડ કરી લીધી છે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આજે સુરેન્દ્રનગરમાં એક જ પરીવારના ત્રણ સભ્યોની હત્યા થયાના સમાચાર સામે આવ્યા હતા સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં રસ્તામાં ચાલવા બાબતે માથાકુટ થતાં હત્યા થઈ હતી જેમાં પિતા હમીર મેમકીયા ઉં.વ.75, પુત્ર ધર્મેન્દ્રભાઇ હમીરભાઇ મેમકીયા ઉ.વ.30 એસ.ટી.ડ્રાઇવર અને પુત્રવધુ દક્ષાબેન ધર્મન્દ્ર મેમકીયાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા જેથી બાળક નોંધારું બન્યું છે ઘટનાની જાણ થતાં વઢવાણ, જોરાવરનગરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી આગળની તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ થતાં જોરાવરનગર પોલીસ. એલસીબી, એસઓજી, સુરેન્દ્રનગર એસપી સહીતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો જ્યા હાલનો કબજો સાંભળી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે આરોપી અગો જીડીયાને દબોચી લીધા બાદ તેની પૂછપરછ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર પાસે ચાલવાની બાબતમા આ લોહિયાળ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થયાનું પણ સામે આવ્યું છે લોહિયાળ ઘટનાને અંજામ આપનાર આરોપી અગો જીડીયા થોડા સમય પહેલા એકલો રહેવા આવ્યો હતો જે મોરવાડ ગામનો હોવાનો અને થોડા સમયથી ફુલગ્રામ ગામે રહતો હોવાનું જાણવા મળી રહ્યું છે આ દરમિયાન દંપતી બાઈક લઈને પસાર રહ્યું હતું તે સમયે અગો રસ્તા પરથી નીકળ્યો હતો અને તમને કઈ ખબર નથી પડતી હું નીકળુ છુ તેવી કહીને બબાલ કરી હતી ત્યારબાદ ઉશ્કેરાઈ જય બાઈક સવાર દંપતીને ગળે છરીના ઘા ઝીંકી દીધા હતા જેમાં ઇજાગ્રસ્ત ત્રણેયના મોત નિપજયા હતા જેમાં બચાવવા માટે તેમના પિતા આવતા તેમને પણ છરી મારી દીધી હતી ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં ત્રણેયના મોત નિપજયા હતા આ દરમિયાન ટોળાએ અગાને પકડીને પોલીસને હવાલે કર્યો હતો પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!