SAGBARA

સાગબારા ખાતે તડવી સમાજ સેવા મંડળ કારોબારી સભ્ય ની બેઠક યોજાઇ

સાગબારા ખાતે તડવી સમાજ સેવા મંડળ કારોબારી સભ્ય ની બેઠક યોજાઇ

વાત્સલ્ય ન્યુઝ જેસીંગ વસાવા

 

ગતરોજ તડવી સમાજ સેવા મંડળ કાર્યાલય સાગબારા ખાતે તડવી સમાજના કારોબારી સભ્ય તેમજ દરેક ગામના આગેવાન ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં સમાજને લગતા મુદ્દા ઉપર વિચારણા કરવામાં આવી જેમાં પહેલો મુદ્દો આજનો યુવાપેઢી કે તડવી સમાજ સેવા મંડળના જે કંઈ નીતિનિયમ હશે એને પાલન કરવા માટે વડીલોઓએ યુવા પેઢીને માર્ગદર્શન પૂરું પાડ્યું જેમાં પ્રથમ મુદ્દો એ હતો કે આજના સમાજના યુવાઓ ખોટા ખર્ચાની અંદર ન ઉતરે અને પોતાના સમાજના રીત રિવાજો ઉપર ભાર આપે એવી સમાજના આગેવાનોએ ચર્ચા કરી તેમ જ બીજા મુદ્દા પર ચર્ચા કરવી સમસ્યામ મંડળનું એક કાર્યાલય સાગબારા ખાતે બનાવવામાં આવેલ છે બીજા મુદ્દા પર ચર્ચા એ કરવામાં આવી કે તડવી સમાજ સેવા મંડળ માટે અગાઉ જે કાર્યક્રમ કરવાના છે એની રૂપરેખા સમાજના કારોબારી સભ્ય તરફથી મૂકવામાં આવી અગાઉની કામગીરી માટે સમાજનું એક બંધારણ જે તૈયાર થયું છે તેના માટે સંપૂર્ણપણે પાલન થાય અને તળવી સમાજ સેવા મંડળનું કાર્યાલય ઉદઘાટન કરવામાં આવે જેની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સમાજના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા તારલા બાળકોનું સન્માનનો કાર્યક્રમ કરવામાં આવે તેમજ સમાજના રીત રિવાજ માટે દરેક ગામના લગ્ન પ્રસંગ હોય કે બારમાં વિધિ હોય એવા વિવિધ પ્રકારના તહેવારો થાય એની અંદર જે પૂજા કરનારા પૂજારીઓ છે એવા લોકોનું સન્માનનો કાર્યક્રમ કરવા માટે આજની સભામાં ચર્ચા વિચારણા કરવામાં આવી જેથી કરી સર્વે સમસ્યાઓ મંડળને અગાઉ દરેક ગામની અંદર એક રીત રિવાજ પર એક એક સંસ્કૃતિ ઉપર ગુજરાત મહારાષ્ટ્ર , એમ.પી. સુધી તમામ લોકો એક ધારા ઉપર ચાલે એવી આજની સભામાં સર્વાનો મતે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો.આજરોજ તડવી સમાજ સેવા મંડળ સાગબારા ખાતે જે પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા ખૂબ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી અને સમાજને સારી દિશા આપવા માટે બધાએ કટિબંધ થવું પડે એવી આજના અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!