VALSADVALSAD CITY / TALUKO

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત “દે ઘુમાકે -૨૦૨૩” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

માહિતી બ્યુરોઃ વલસાડ તા.૧૦ ફેબ્રુઆરી

સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડનાં ૫૦ વર્ષ અને ગજેરા ટ્રસ્ટનાં ૩૦ વર્ષ પૂરા થવાના ઉપલક્ષે “દે ઘુમાકે-૨૦૨૩” આંતરશાળા ક્રિકેટ પ્રતિયોગિતાનો પ્રારંભ ચુનીભાઈ ગજેરાના હસ્તે તારીખ ૦૧-૦૨-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વલસાડ જિલ્લાની ૨૪ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. એક સપ્તાહથી અવિરત ચાલતી પ્રતિયોગિતા દરમિયાન જાદી રાણા હાઈસ્કૂલ ઘીમાડીયા, બી.એસ.પટેલ પ્રાયમરી સ્કૂલ બીલીમોરા, શ્રી માછી મહાજન ઇંગલિશ સ્કૂલ નાની દમણ, તેમજ સર્વોદય હાઈસ્કૂલ, સેગવીની ટીમો સેમિફાઇનલમાં આવી હતી. કુલ 18 નોક આઉટ મેચના અંતે સેમી ફાઇનલમાં સ્થાન મેળવેલ ઉપરોક્ત શાળાઓની ટીમ વચ્ચે આજરોજ ફાઇનલ પ્રતિયોગિતામાં ટીમ સ્પિરિટ અને ટીમવર્કનું આબેહૂબ પ્રદર્શન જોવા મળ્યું હતું.

તા. ૮ ફેબ્રુઆરીના રોજ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે થયેલ ફાઇનલ પ્રતિયોગિતા શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્યમ શાળા અને સર્વોદય હાઈસ્કૂલ ,સેગવીની ટીમો વચ્ચે રમાઇ હતી જેમાં સર્વોદય હાઈસ્કૂલ વિજેતા બની હતી. વિજેતાઓને લક્ષ્મી વિદ્યાપીઠના શ્રી આર. એન. ગોહિલ, ડો. બાસવરાજ પાટીલ, ડો. ગંગાધર હુંગર અને શ્રી અમ્રત પટેલના હસ્તે ટ્રોફી તેમજ પુરષ્કારની રકમ રૂ ૨૫૦૦૦ તેમજ શ્રી માછી મહાજન ઇંગલિશ સ્કૂલ દમણની રનર  ટીમને ટ્રોફી તેમજ પુરષ્કાર રૂ. ૧૦૦૦૦ એનાયત કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત, પ્રતિયોગિતા અંતર્ગત સર્વોદય હાઈસ્કૂલના ખેલાડી નિખિલ નાયકાને ૪ વિકેટ ૩૭ રન કરેલ હોય મેન ઓફ ઘી મેચ, પ્લેયર ઓફ ધ સિરીઝ તેમજ કુલ ૧૧ વિકેટ માટે બેસ્ટ બોલર અને શ્રી માછી મહાજન સ્કૂલના વાડવેકર ધીર ને કુલ ૧૦૯ રન માટે બેસ્ટ બેટ્સમેન જાહેર કરી સ્મૃતિ ચિહનથી નવાજવામાં આવેલ હતા.

આંતર શાળા “દે ઘુમાકે – ૨૦૨૩” ક્રિકેટ સ્પર્ધાના સફળ આયોજન બદલ ડાયરેક્ટર શ્રીએ આયોજક પ્રોફ. શ્રી પરીક્ષિત પટેલ હેડ મિકેનિકેલ બ્રાન્ચ, સહ આયોજક કેવિન ભંડારી તેમજ સ્ટાફ પરિવાર, વોલ્યૂન્ટીઅર વિધાર્થીઓ, પ્રતિયોગિતામાં આવેલ શાળાના કો-ઓર્ડીનેટર શિક્ષકોનો, સ્પર્ધક ટીમોનો આભાર વ્યક્ત કરી વિજેતા ટીમને અને દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા તેમજ તેઓની સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સુંદર પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!