SAGBARA

ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત સાગબારા તાલુકાના કુલ ૧૯ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા

ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત સાગબારા તાલુકાના કુલ ૧૯ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા

દેશના રાષ્ટ્પતિ દ્વારા ટી.બી.મુક્ત ભારત અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે તે અંતર્ગત સાગબારા તાલુકાના 19 જેટલા ટી.બી ના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે.

 

વાત્સલ્ય ન્યુઝ જેસીંગ વસાવા

 

મળતી માહિતી મુજબ તા. ૯/૯/૨૦૨૨ નાં રોજ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી મૂર્મુજી નાં હસ્તે ટી.બી. મુક્ત ભારત અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ લોકોમાં ટી.બી. રોગ વિશે જાગૃતિ લાવી ૨૦૨૫ સુધીમાં ભારત દેશ માંથી ટી.બી. (ક્ષય) રોગ ને નાબૂદ કરવાનો છે.

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટી.બી. નાં દર્દીઓને ટી.બી. ની તમામ દવાઓ તથા સારવાર મફત માં આપવામાં આવે છે તેમજ આ સારવાર ૬ મહિનાથી લઈ ૧૮ મહિના સુધી ચાલતી હોય છે. સારવાર દરમિયાન દર્દીઓના પોષણની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી હોય છે. જે ધ્યાનમાં રાખીને દેશના રાષ્ટ્રપતિના હસ્તે તા. ૯/૯/૨૦૨૨ નાં રોજ ટી.બી. મુક્ત ભારત અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટી.બી. નાં દર્દીઓને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા દત્તક લઈ તેને પોષણ કીટ આપી શકાય છે. જેમાં સાગબારા તાલુકાના કુલ ૧૯ દર્દીઓને દાતાઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.

આ અભિયાન અંતર્ગત સાગબારા તાલુકામાંથી પાર્થ ફાઉન્ડેશન નાં ડો. રીતુ દ્વારા ૨ દર્દી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ વસાવા દ્વારા ૫ દર્દી તેમજ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. હેતલ ચૌધરી દ્વારા ૫ દર્દી દત્તક લેવામાં આવેલ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ નાં વિવિધ કર્મચારીઓ દ્વારા કુલ ૧૯ દર્દીઓને દત્તક લેવામાં આવેલ છે.

ટી.બી. નાં દર્દીઓને દત્તક લેવા માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એ www. Nikshay.com ની સાઇટ ઉપર Nikshay Mitra તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ત્યારબાદ દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી દર્દીને પોષણ કીટ આપવાની હોય છે. Nikshay Mitra તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે આપના નજીકના આરોગ્ય કાર્યકર નો પણ સંપર્ક કરી શકાય છે અને ભારત દેશના નાં ટી.બી. મુક્ત અભિયાન માં સહભાગી થઈ શકાય છે.

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!