BHARUCHBHARUCH CITY / TALUKO

જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા દ્વારા ભરુચ જિલ્લામાં અધ્યતન સુવિધાઓથી રાજ “નવા ૪ ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું

જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા દ્વારા ભરુચ જિલ્લામાં અધ્યતન સુવિધાઓથી રાજ “નવા ૪ ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું

ભરૂચ બુધવાર ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સયુંકત ઉપક્રમે EMRI, ગ્રીન હેલ્થ સર્વિસીસ હસ્તક કાર્યરત ધનવંતરી આરોગ્ય રથને ક્લેક્ટર કચેરી, ભરુચ ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબ દ્વારા

લીલી ઝંડી આપી પ્રજાજનોની સેવા માટે રવાના કરાયા હતા. સર્વે સન્તુ નિરામયા: સંસ્કૃતનાં આ શ્લોકને સાર્થક કરતુ ગુજરાત સરકારનાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની સંયુક્ત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય રથ સેવા, બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવા કડીયાનાકા અને બાંધકામ સાઈટ સુધી પહોંચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ગુજરાત સરકારની નેમ છે કે આપણું રાજ્ય નિરોગી રાજ્ય બને એટલા માટે રાજ્યના દરેક કડીયાનાકે અને બાંધકામ સાઈટ પર ધન્વંતરિ આરોગ્ય રથ જઈને તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ, અને તંદુરસ્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સાર્થક કરે તે મિશન સાથે ચાર ધન્વંતરિઆરોગ્ય રથ સેવાની શરૂઆત કરવામાં આવી છે.

ધન્વંતરિઆરોગ્ય રથ સેવા સાચા અર્થમાં બાંધકામ શ્રમિકો માટે આશીર્વાદ રૂપ બની રહે તે હેતુથી રાજ્યના દરેક કડીયાનાકે તથા બાંધકામ સાઈટ પર જઈને બાંધકામ શ્રમિકોની નોંધણી અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાનું સંચાલાન ઈએમઆરઆઈ, ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે છેલ્લા ૧૫ વર્ષથી ૧૦૮ ઈમરજન્સી સેવા,ખિલખિલાટ, ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન ૧૫૫૩૭૨ શ્રમિક સહાયક હેલ્પલાઇન જેવી વિવિધ સેવાઓનું

સળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે. જેના દ્વારા કરવામાં આવે છે.

તમામ ધન્વંતરિ આરોગ્ય રથ અધતન ટેકનોલોજી જેવી કે ઓનલાઈન ડેટા ટ્રાન્સફર જીપીએસ, વગેરે

અધતન સંશાધનોથી સુસજ્જ છે અને તમામ ધન્વંતરિ આરોગ્ય રથમાં તાલીમબધ કર્મચારીગણ દ્વારા

તબીબી સેવાઓ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સર્વ ભચ જીલ્લા નિરીક્ષક શ્રી પી. કે. પટેલ ભચ જીલ્લા પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પટેલ, સિવિલ હોસ્પિટલ, ભરુચના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર શ્રી જે ડી પરમાર, તેમજ ભરુચ GVK EMRI ના ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર શ્રી ચેતન ગાયે, ધનવંતરી આરોગ્ય રથના પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી સચિન સુથાર તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!