MEHSANAVADNAGAR

વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો

વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો

જિલ્લા કલેકટરે એમ નાગરાજને રકતદાન કરી અન્યોને પ્રોત્સાહિત કર્યા

-જિલ્લા કલેકટર એમ નાગરાજન-
• વડનગરની આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા માટે તંત્રનો સરાહનીય પ્રયાસ
• રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે

દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પ થકી રક્ત એક્ત્રીત કરવાની જિલ્લા કલેકટરની અનોખી પહેલ

રકતદાનથી સમાજને મદદરૂપ થઇએ- સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે જીવતદાનના મંત્ર સાથે વડનગરમાં હોસ્પિટલ આયોજીત રક્તદાન કેમ્પમાં જિલ્લા કલેકટર એમ નાગરાજન અને પ્રાન્ત અધિકારી વિસનગર રામનિવાસ બુગલિયાએ રક્તદાન કરી અન્યોને પ્રેરણા આપી હતી.
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે માનવતા પૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે,,આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.
સામાજિક અગ્રણી સોમાભાઇ મોદીએ જણાવ્યું હતું કે રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભરપુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શક્ય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી. આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાં આપણું યોગદાન કરીએ તેમ જણાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છેકે રક્તાદનના અનેકો ફાયદા છે.રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. તેમજ નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે. જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા વડનગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સામાજિક અગ્રણી સોમભાઇ મોદી, ધારાસભ્ય કે.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!