SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની યોજનાઓ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ.

તા.20/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મંત્રીશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાયચેકનું વિતરણ કરાયું.

સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ તેમજ સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિઓના લાભાર્થીઓ માટેની યોજનાઓ અંગે એક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ અમલી વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી એક જ સ્થળે મળી રહે તે હેતુસર આવી શિબીરોનું આયોજન કરવામાં આવતું હોય છે. સરકાર દ્વારા વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આવી શિબિરો ખૂબ મદદરૂપ થાય છે. આ શિબિરોના માધ્યમથી દરેક લાભાર્થીને સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ મેળવે તે માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદા ધિકારીઓએ પોતાના વિસ્તારમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી શિબિરોનું આયોજન કરવું જોઈએ જેથી જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી આ યોજનાઓનાં લાભો પહોંચે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ પ્રકારની માર્ગદર્શન શિબિર જરૂરતમંદ લોકો માટે વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી મેળવવાનું અને યોજનાનો લાભ મેળવવા માટે ની પ્રક્રિયા વિશે સચોટ માહિતી મેળવવાનું માધ્યમ બને છે. આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયચેક વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પી.કે. પરમાર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ ડોરીયા, સામાજિક ન્યાય સમિતિના સભ્ય રમેશભાઈ સોયા, નંદુબેન વાઘેલા સહિતનાં પદાધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જી.એચ. ધારીયાપરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!