ARAVALLIBHILODA

અરવલ્લીની આત્મનિર્ભર બહેનો – ભિલોડા તાલુકાના લુસડીયાની બહેનોએ ઓર્ગેનિક આદુ અને હળદરની ખેતીથી દર મહિને ૧૩ હજારથી વધુની કમાણી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીની આત્મનિર્ભર બહેનો – ભિલોડા તાલુકાના લુસડીયાની બહેનોએ ઓર્ગેનિક આદુ અને હળદરની ખેતીથી દર મહિને ૧૩ હજારથી વધુની કમાણી

ભિલોડા તાલુકાના લુસડીયાની બહેનોએ ઔષધિય પાકનું વાવેતર શરૂ કર્યુ

આર્ગેનિક ખેતીથી આત્મનિર્ભર બનેલી આદિવાસી બહેનોઓએ લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી

અરવલ્લીની આદિવાસી બહેનોને કે જે જમીનના નાના ટુકડાઓમાં દેશી (આર્ગેનિક) હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે. અગાઉ ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને છુટક બજારમાં વેચાણ કરીને પૈસા મેળવી લેતી હતી. પરંતુ ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખી મંડળનું નિર્માણ કરીને એન.આર.એલ.એમ યોજ્ના અંતર્ગત લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. અહિની બહેનો દ્વારા પકાવવામાં આવતી લીલી હળદર ૫૦ રૂપિયે કિલોનો ભાવ હોય તો પણ તરત જ બજારમાં વેચાય જાય છે પરંતુ તે સિવાય વધતી હળદરને જાતે પ્રોસેસિંગ કરીને પ્રોડક્ટને બજારમાં રૂ. ૨૫૦ના કિલોના ભાવે વેચાણ અર્થે મુકે છે. તેની માંગ પણ વધારે રહે છે. આ અંગે વાત કરતા લુસડીયા ગામની સખીમંડળની પ્રમુખ તારાબેન સુવેરા જણાવે છે કે અગાઉ અમે હળદરને બજારમાં ખુલ્લી વેચાણ કરી દેતા હતા જે પૈસા આવે તે ઘરખર્ચમાં વપરાશમાં ઉપયોગ કરતા પરંતુ અમે સખીમંડળમાં જોડાતા લીલી હળદર તેમજ સૂકી હળદરને પ્રોસેસિંગ કરી વેચતા બજારમાં ભાવ પણ ઉંચો મળવા લાગ્યો તેમજ જે આવક મળે તેમાંથી અમારા બચતખાતામાં પણ પૈસાનો વધારો થયો.

આ અંગે વાત કરતા સખીમંડળની બહેનો કહે છે કે, અમે આદિજાતિ વિભાગની યોજનાથી અમે ગરમ મસાલા પ્રોસેસિંગ અને પેકેજીંગનું મશીન પણ વસાવી જાતે જ પેકિંગ કરીએ છીએ જેથી અહિના સખી મંડળના દ્વારા બનાવવામાં આવેલ હળદરના બ્રાન્ડની માંગ વધારે રહે છે. આત્મનિર્ભર બનેલી તારાબેનના સખીમંડળની બહેનો કહે છે. અંદાજે એક હેકટર જમીનમાં આદુ અને હળદરની ખેતી કરી લગભગ ૨૦૦થી વધુ પરીવારો આજીવિકા ચાલે છે.જેમાં પાંચથી વધારે સખીમંડળની ૭૦થી વધુ બહેનો જોડાયેલી છે. જેઓ મહિને રૂ. ૧૩ હજાર અને શિયાળાના ચારમાસના ગાળામાં રૂ. ૫૦ હજારથી વધારે કમાણી કરી લઇએ છીએ. અહિના આદુની માંગ પણ એટલી રહેતી હોય, તેઓ હવે આદુની પેસ્ટ બનાવી બજારમાં વેચાણ અર્થે મુકે છે. તેની માંગ પણ વધતા હવે અમે આસપાસના વિસ્તારમાં નાના પાયે આદુની ખેતી કરતા ખેડૂતો પાસેથી આદુનુ કલેકશન કરી તેનું પ્રોસેસિગ કરી બજારમાં વેચાણ કરીએ છીએ જેનાથી ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે છે. અને સખીમંડળની બહેનોને પણ ફાયદો થાય છે. બહેનોને આવકનો નવો સ્ત્રોત મળતાં બહેનોની પરિસ્થિતિમાં સુધારો થયો છે. આર્થિક અને સામાજીક રીતે બહેનોને માન.મોભામાં વધારો થયો છે. આમ આ હડદર બનાવટ ની કામગીરી કરવાથી સ્થાનીક કક્ષાએ ઘર આંગણે જ રોજગારી ઉપલ્બિ થતાં ખુબ જ સારી એવી આવક ઉભિ કરીને આત્માનિર્ભર બનેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!