SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સરકારી ગાંધી હોસ્પિટલની 2 માંથી 1 દવાબારી બંધ રહેતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે.

તા.23/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલ હાલ તબીબો સહિતની ખાલી જગ્યાના દર્દ સાથે દિવસો પસાર કરી રહી છે. ત્યારે હવે દવાની બારીઓ પર તેની અસર થતા ફરજ પરના ફાર્મસીસ્ટ સાથે પણ દવા માટે ઘર્ષણના બનાવો બનતા હોવાની વિગતો બહાર આવી રહી છે. કારણ કે આ હોસ્પિટલમાં દર્દીઓને દવાઓ મળી રહે તે માટે 2 દવા બારીની વ્યવસ્થા કરાઇ છે. પરંતુ 5ની સામે 3 જગ્યા ફાર્મસીસ્ટની ભરેલી છે.જ્યારે સરકારી તેમજ કોન્ટ્રાકટ આધારીત 2 જગ્યા ખાલી છે. પરંતુ આ બે માંથી એક દવાબારી વારંવાર કોઇ કારણોસર બંધ રહેતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંય મંગળવાર અને શુક્રવારે તો સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓનો તપાસવાનો વારો હોય છે. જેમાં એક ડોકટર, એક ફાર્મસ્ટીટ તેમજ એક પટ્ટાવાળાની ફાળવણી કરવામાં આવે છે. જેમાં જેલમાં પણ આ બે દિવસો દરમિયાન 50 થી 60 કેદીઓને તપાસમાં આવે છે. અને કોઇક દિવસ 3‌ માંથી કોઇ ફાર્મસ્ટીટ રજા ઉપર હોય ત્યારે હોસ્પિટલની એક દવાબારી બંધ સાથે દવા માટે રીતસરની લાઈનો લાગે છે.પરિણામે તા. 21-2 ને મંગળવારે પણ આવી જ પરિસ્થિતિના કારણ આ હોસ્પિટલમાં દૈનિક 500 થી વધુ ઓપીડી સામે દર્દીઓને દવા આપવા માટે ફરજ પરના ફાર્મસીસ્ટને ધોળા દિવસે તારા દેખાઇ રહ્યા છે. આ અંગે કનુબેન હરજીભાઈ, ભીખાલાલ વાઢેર, મહેશભાઈ પરમાર,વગેરે જણાવ્યું કે, દવાની બે બારીમાંથી એક બારી બંધ રહેતા અને એક જ વ્યક્તિ દવા આપતા વૃદ્ધો સહિતના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.બીજી તરફ વૃદ્ધોની ઓપીડી અલગ કરવી એવો સરકારના પરિપત્રનુ ઉલ્લંધન થાય છે. આથી દવાની બારીઓ નિયમિત ચાલુ રહે અને દવા બારી ઉપર માણસો ન હોય તે તેની ભરતી કરીને મુશ્કેલીઓ દૂર કરવા માંગ કરી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!