SURATSURAT CITY / TALUKO

સુરતમાં 2 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

સુરત શહેરને ફરી એક વખત શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના છેવાડે આવેલા સચિન વિસ્તારમાંથી બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ હોવાની ચકચારીત ઘટના બનવા પામી છે. સચિનના કપલેથા ગામમાં રહેતી બે વર્ષની બાળકીને તે ગામમાં અને પાડોશમાં રહેતા 23 વર્ષીય વિધર્મી યુવકે દુષ્કર્મ કરી હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે.

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ગત 25મી ફેબ્રુઆરીના રોજ સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યાં સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના સચિન ખાતે આવેલા કપલેથા ગામમાં બે વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા 23 વર્ષીય વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે. મોડી સાંજે યુવક બાળકીને રમાડવાનું કહી લઈ ગયો હતો બાદમાં મોડી રાત્રીએ પરત ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન ગામમાં ખુલી જગ્યામાં બાળકીની લાશ મળી આવી હતી. જેને લઇ સચિન પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ યુવકને અટક કરી લીધો હતો.

કપલેથા ગામમાં આવેલા એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. શહેરના છેવાડે આવેલા સચિન કપલેથા નજીકથી મોડી રાત્રે બાળકીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. બાદમાં તપાસ કરી હતી તો જાણવા મળ્યું હતું કે બાળકીની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઈ રહી હતી અને બાદમાં તેની હત્યા કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકીની લાશ મળતા પોલીસ ચોમેર તપાસમાં જોડાઈ ગઈ હતી. પોલીસે તેના માતા-પિતાની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે બાળકીને છેલ્લે પાડોશમાં રહેતા ઈસ્માઈલ ઉર્ફે યુસુફ રમાડવા માટે લઈ ગયો હતો અને ત્યારબાદ પરત લાવ્યો ન હતો. પોલીસે યુસુફને શોધવા પ્રયાસ કર્યો ત્યારે યુસુફ પણ મળી આવ્યો નહોતો. જેને લઇ પોલીસે જુદી જુદી ટીમો બનાવી યુસુફને પકડવા રાત્રે જ કામે લગાવી હતી. અને પોલીસ ટીમની મહેનત બાદ નરાધમ યુસુફને ગણતરીના કલાકોમાં જ અટક કરી લીધી હતી. હાલ પોલીસ યુસુફની અટક કરીને બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં અને હત્યા કરી છે કે નહીં તે અંગે પૂછપરછ કરી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!