VADODARAVADODARA CITY / TALUKO

નોકરી આપવાની લાલચે પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી યુવતી પર યુવક દ્વારા દુષ્કર્મ

મોબાઇલ શોપમાં નોકરી આપવાની લાલચે પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી યુવતી પર યુવક દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અભયમ પીડિત યુવતીની મદદે આવ્યું હતું.

અજાણ્યાં વ્યક્તિ સાથે વધુ પડતો વિશ્વાસ રાખતા તેનુ ગંભીર પરિણામ આવી શકે છે તેવો એક કિસ્સો અભયમમાં આવ્યો છે. જેમાં 22 વર્ષની એક યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે, આ જીવન જીવવા જેવું નથી, જેથી હું આત્મહત્યા કરવાની છું. જેથી અભયમ ટીમે તેને રોકી રાખી તેનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવી હતી અને આત્મહત્યાના વિચારોમાંથી મુક્ત કરી હતી. યુવતીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, એક અજાણ્યા યુવકે તેને નોકરીની લાલચ આપી દુષ્કર્મ કર્યું છે. જેથી ગુનાની ગંભીરતા ધ્યાને લઈ યુવતીને બાપોદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સંખેડા પાસેના ગામની યુવતી જેના પિતા હયાત નથી તે રોજગારી મેળવવા વડોદરા આવી હતી. ઘણી જગ્યાએ પૂછપરછ કરતા એક વ્યક્તિએ તેને મોબાઈલ શોપમાં નોકરી અપાવશે તેવી લાલચ આપી અજાણ્યાં સ્થળે લઇ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરૂદ્ઘ તેની સાથે દુષ્કર્મ કરી તેને પોતાની બાઇક પર બેસાડી અધવચ્ચે છોડી ભાગી ગયો હતો. જેથી યુવતીને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. પરંતુ આ દરમિયાન તેણે આ અંગે અભયમની ટીમને જાણ કરતા અભયમ ટીમે યુવતીને આશ્વાસન આપી આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી અપાવવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!