NAVSARIVANSADA

વાંસદા તાલુકામાં ઈંટનાં ભઠ્ઠાનું ભયજનક સામ્રાજ્ય. આરોગ્ય માટે ખતરો.

વાત્સલ્યમ્  સમાચાર

પ્રિતેશ પટેલ, વાંસદા

વણારસી ગામે રહેણાંક વિસ્તારમાં ઈંટનાં ભઠ્ઠાનું ભયજનક સામ્રાજ્ય. આરોગ્ય માટે ખતરો.

————————–
વાંસદા તાલુકા નાં વણારસી ગામે ઇંટના ભઠ્ઠા નું મોટું સામ્રાજ્ય ફેલાવા પામ્યું છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં અનેક ઇંટના ભઠ્ઠાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે.જે માનવ જીવનનાં આરોગ્ય માટે ખતરો સાબિત થશે. સ્થાનિક અને તાલુકા વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા ઈંટનાં ભઠ્ઠાઓ કાયદેસર છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જો કાયદેસર હોય તો પણ મંજૂરી આપતા પહેલા કેટલીક શરતો ને આધીન મંજૂરી આપવામાં આવતી હોય છે. અહી શરતોના લીરેલીરા ઊડી રહ્યાનું ધ્યાનમાં આવેલ છે. ગામના હનુમાન ફળિયા અને વચલા ફળિયા માં રહેણાંક વિસ્તાર નાં ઘરોથી માત્ર ૩૦ થી ૫૦ ફૂટના અંતરે મસ મોટા ઈંટનાં ભઠ્ઠા સળગી રહ્યા છે.જેની ગરમી,ધૂળ,પર્યાવરણ ને ભારે નુકશાન પહોંચાડી રહી છે.એટલુજ નહિ ભઠ્ઠાની ધૂળ આજુબાજુ નાં ઘરોમાં સતત જતી હોવાના કારણે આરોગ્ય ની દ્રષ્ટીએ માનવ જીવનને અને અન્ય જીવો ને જોખમ પેદા થઈ રહ્યું છે.જેને તાત્કાલિક ધોરણે બંધ કરવું અનિવાર્ય છે.કોઈ પણ વ્યક્તિ રોજગારી અર્થે ધંધો કરી શકે પરંતુ આજુબાજુના લોકો અને પર્યાવરણ નાં અસ્તિત્વ ને જોખમ માં મૂકીને થતો ધંધો હરગીજ ચલાવી ન લેવાય.જે માટે સ્થાનિક વહીવટી તંત્રએ ખાસ ધ્યાન આપવું જોઈએ. અને જીવ જમીન તથા પર્યાવરણ ને નુકશાન કરતા ભઠ્ઠાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવી નિયમ વિરુદ્ધ ધંધો કરનારા સામે સખત પગલાં લેવાં જોઈએ, વધુ પડતા માટીનાં ખોદાણથી જમીનનું નિકંદન નીકળી રહ્યું છે અને આજુબાજુની જમીનનું સતત ધોવાણ થતાં અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થવા પામ્યા છે.એટલુજ નહિ એમના દ્વારા વપરાતા લોડીંગ વાહનોથી પંચાયત નાં રસ્તાઓને પણ ભારે નુકશાન થયાનું જાણવા મળે છે.જે સામાજિક અને પર્યાવરણ ની સમતુલા માટે ખતરાની ઘંટડીના સંકેત છે.નજીવી કિંમતે માટીનો મોટા પાયે થતો વેપલો એક દિવસ ગામની જમીન નું નિકંદન કાઢશે અને ગામલોકો બરબાદ થવા મજબૂર બનશે. પોતાના અંગત સ્વાર્થ ખાતર ધંધો કરતા પરપ્રાંતીય લોકો અને વચેટિયાઓ પર રોક લગાવવો હાલના સંજોગોમાં તાતી જરૂર જણાય છે નહિ તો આવનારું ભવિષ્ય ગામ લોકો માટે ભયજનક સાબિત થઈ શકે છે.
આ અંગે અવારનવાર અહેવાલો પ્રસિદ્ધ કરી વહીવટી તંત્ર નું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ જાહેરમાં ધમધમતા ઇંટના ભઠ્ઠાઓ વહીવટી તંત્ર ને કેમ દેખાતા નથી તે આશ્ચર્યજનક છે. હવે વહીવટી તંત્ર સવેળા જાગી પગલાં ભરશે કે કેમ તે જોવું રહ્યું.નહી તો આવનારા સમયમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ લોક મુખે ચર્ચાય રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!