DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જીવદયા ને સાર્થક કરતા જામનગરના યુવાનો અબોલજીવને ટાઢક પહોંચાડી

જીવદયા ને સાર્થક કરતા જામનગરના યુવાનો–અબોલજીવને ટાઢક પહોંચાડી

માહિતી મદદનીશે ફોન કર્યો ને વાયુ વેગે ટીમપહોંચી વાછરડાની કરી તુરંત સારવાર

જામનગર ( ભરત ભોગાયતા)

માનવસેવા ની જેમ જ પશુ પંખી પ્રાણી જળચર નભચર સ્થળચર ની સેવા રેસક્યુ વગેરે નુ ખુબ મહત્વ છે સેવા કરવાથી જે શેરડો અનુભવાય તે જ તેનો રીવોર્ડ છે વૈશ્ર્વીક રીતે હાલ અનુકંપા ને સ્વીકારાય છે કેમકે જો અનુકંપા નહી રખાય તો કુદરતી ખલેલના કંપનો વધતા જશે જે તહસ નહસ કરી દેશે તેની સામે અનુકંપા થી ઉઠતા તરંગો ઘણુ સમુનમુ કરી દે છે ઘણી આફતો ટાળે છે જેનો અંદાજ પણ નથી આવતો ત્યારે હાલારમા ગૌવંશ પ્રેમીઓ એનીમલ હેલ્પલાઇન ચલાવનારાઓ પશુ પંખી ની સારવાર કરનારાઓ અનેક ગૃપ અને સંસ્થાઓ છે તેમાંના એક ગૃપની આજે અહી વાત કરવી છે

શનિવારના પ્રદર્શન કોલોની પાસે એક ગાય ના બચ્ચા ને ગરમી અને ઇન્ફેક્શન લાગી જતાં તેનો જીવ જોખમમાં હતો, અને તેને સારવારની તાત્કાલિક જરૂર હતી ત્યારે જામનગર જિલ્લા માહિતી કચેરીના જાગૃત અને જીવદયા પ્રેમી માહિતી મદદનીશ જલકૃતિ ( જુલી) મહેતાએ  સોશિયલ મીડિયા દ્વારા  નમ્બર મેળવીને જીવદયા પ્રેમીઓ તેમજ પશુઓની સંભાળ સારવાર કરનાર નો સંપર્ક કરતા તેઓ માત્ર પાંચ જ મિનિટમાં ત્યાં પહોંચી ગયા હતા. તેમના ટીમ મેમ્બર્સ દ્વારા ગાય ના બચા ને ગોળ વાળું પાણી અને ખાંડ ખવડાવી જેથી તેનું સુગર લેવલ કાબૂમાં આવે અને તેને સ્થળ પર જ ગ્લુકોઝ અને ઇસ્યુલીન ના ઇન્જેક્શન આપ્યા હતા. જેથી તે ફરીથી ઉભુ થઈ ગયું હતું અને તેને કોથળો બાળીને તેને શેક કર્યો હતો જેથી તેનો તાવ ઉતરી જાય અને તેનું નાક ખુલી જાઈ ને રાહત થય જાય


યુવા ધન દ્વારા થતી આવી પ્રવૃત્તિઓ ખૂબ જ પ્રશંસનીય છે અને તેઓ કોઈ પણ સ્વાર્થ કે પ્રસિદ્ધિ વિના તેઓ મૂંગા પશુઓની સારવાર કરે છે.આ સેવાભાવી ટીમ માં વિશાલ રાજપાલ, ગુંજ કારીયા , અમિત પઢિયાર, ચિંતન રાવલ ચિરાગ રબારી અને અન્ય સદસ્યો છે તેમને આ પૂર્વે પણ અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી છે અને મૂંગા જીવો ને તાત્કાલિક સારવાર પૂરી પાડી છે.અને 83208 88301આ મોબાઇલનંબર ઉપર ચિંતન રાવલ ગૌ સેવક જામનગર હંમેશા અવેલેબલ રહે છે

@___________________

BGB

gov.accre.Journalist

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!