JUNAGADHKESHOD

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણીના ભાગરૂપે કેશોદ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણીના ભાગરૂપે કેશોદ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સમગ્ર વિશ્વમાં ૮ મી માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર તથા જિલ્લા મહિલાને બાળ અધિકારી કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારીયાનાં અધ્યક્ષ સ્થાને કેશોદ નગરપાલિકા હોલ ખાતે મહિલા જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન,આરોગ્ય અને પોષણને લગતી યોજનાઓની માહિતી તથા મહિલા આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો માટે આ મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા દ્વારા વિવિધ ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા પર વિશે વિચારો રજૂ કર્યા હતા.
જિલ્લા મહિલા બાળ અધિકારી ડૉ.સી. ડી ભાંભી દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની કામગીરી અંગે મહિલાઓને માહિતી આપી હતી. તેમજ આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પાછળની પૂર્વભૂમિકાની માહિતી આપી હતી.લીડ બેંક આસિસ્ટન્ટ ઓફિસર શિલ્પાબેન ડોડીયા દ્વારા મહિલાઓને શિક્ષણ, તાલીમ અને લોન અંગેની માહિતી આપવામાં આવી હતી.
કેશોદ તાલુકા આરોગ્ય કચેરીના ડૉ.નિકુંજ જોષી દ્વારા મહિલાઓના આરોગ્ય સંબંધી વિવિધ સેવાઓ અને યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
કેશોદ આઇ.સી.ડી.એસ.કચેરીમાંથી આવેલા મુખ્ય સેવિકા શ્રદ્ધાબેન બારડ દ્વારા કિશોરીઓ અને મહિલાઓના પોષણ અંગેની માહિતી આપી હતી. એડવોકેટ મમતાબેન લોઢિયા દ્રારા મહિલાઓ સંબંધી કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ સંરક્ષણ અધિકારી એમ.જી. વારસુર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ શાખા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ મહાનુભવોનાં હસ્તે વ્હાલી દીકરી યોજના તેમજ ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનાં મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી બી.ડી.ભાડ દ્વારા કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેશોદ કોર્પરેટર કિરણબેન,કેશોદ તાલુકાના મહીલા અગ્રણી શારદાબેન રાખોલીયા, મહીલા અને બાળ અધિકારીની કચેરી, વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કેશોદના કર્મચારીઓ તેમજ કેશોદ તાલુકામાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!