DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

નારી શક્તિનો પરિચય કરાવતી information dept. ની બહેનો

નારી શક્તિનો પરિચય કરાવતી information dept. ની બહેનો

સમાનતા અપનાવો ની થીમ ભારતમા તો વરસોથી પ્રસ્થાપીત છે દિકરીઓ દીકરાની જેમજ ઘર સંભાળે છેબલ્કે ઘણી વખત પુરૂષ થી પણ એક કદમ આગળ જહેમત ઉઠાવે છે…….જે જાણીને બહેનોની સમર્પિતતા અને શક્તિ સ્રોત ના સન્માન થવા જોઇએ

પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને તેના કાર્યક્ષેત્ર હેઠળની૦૭ કચેરીઓમાં કાર્યરત ૧૪ મહિલાઓ

જામનગર ( નયના દવે)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતેરાજ લક્કડ, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ થી જણાવે છે કે

ગૃહિણી, એડમિનીસ્ટ્રેટર, વૈજ્ઞાનિક, ન્યાયાલય, કયા ક્ષેત્રમાં સ્ત્રીઓ નથી??? માતા કે પોલીસ અધિકારી તરીકે દરેકનું રક્ષણ કરી જાણે, શિક્ષણ કે પત્રકારિતાના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને કે સમાજને નવી રાહ ચીંધવામાં નારીઓનું સવિશેષ યોગદાન રહ્યું છે. કહેવાય છે કે નારીઓનો દિવસ નહીં, પરંતુ નારીઓનો યુગ છે. પૃથ્વીની ઉત્પત્તિથી લઈને આજ દિવસ સુધી જ નહીં પરંતુ માનવજીવનનું અસ્તિત્વ રહેશે ત્યા સુધીનો દરેક દિવસ મહિલા દિવસ જ છે. આદિ-અનાદિ કાળથી આજ સુધી માનવજીવનની ઉત્પતિ, સંરક્ષણ, સંવર્ધન કે દેશ દુનિયાને નવી દિશા પ્રદાન કરવાની વાત હોય… દરેક ક્ષેત્રે મહિલાઓનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે.

આ વર્ષે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ ની થિમ છે #EmbraceEquity મતલબ સમાનતાને અપનાવો, જેનો અર્થ થાય છે કે સ્ત્રીઓ અને પુરૂષો એક સમાન છે, તેઓ વચ્ચે કોઈ જ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ. સ્ત્રીઓને અપાતી સમાન તકો જ પુરતી નથી, પરંતુ એ વિશે આપણે વિચારવાની, જાણવાની અને સ્વીકારવાની જરૂર છે, ઇક્વિટી એટલે તેઓનો તમામ બાબતોમાં સમાવેશ કરવો. આ બાબત ખરા અર્થમાં ગુજરાત સરકારના માહિતી વિભાગના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં જોવા મળે છે. પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ અને તેના કાર્યક્ષેત્ર હેઠળની ૧૦ પૈકી ૦૭ કચેરીઓમાં ૧૪ જેટલી મહિલાઓ કાર્યરત છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

આ તમામ મહિલાઓમાં સૌથી વરિષ્ઠપદે અને અમરેલી જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે કામ કરતા ડો. દિવ્યા છાંટબાર કહે છે કે, પડકારજનક સ્થિતિ હોય અને અસાધારણ કાર્યો હોય તો પણ ધીરજ રાખીને સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહેવાનું સાહસ, સંકલ્પ, પ્રેરણા અને શીખ માહિતી ખાતાની ફરજ દરમિયાન મળી રહે છે. કચેરી ફરજ માટે થતાં સતત પ્રવાસને લીધે રાજ્યની ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃત્તિક અને અન્ય સ્થિતિ વિશે વધુ નજીકથી પરિચય કરવાનો અવસર પ્રાપ્ત થયો. સૌથી વધુ આનંદ ત્યારે થાય છે કે અમારા વિભાગના અધિકારી-કર્મચારીઓ મહિલા કર્મચારી તરીકે નહીં, પણ સાથી કર્મચારી તરીકે વ્યવહાર કરે છે.

સમગ્ર પ્રદેશમાં કામ કરતી મહિલાઓમાં સૌથી વધુ અનુભવ ધરાવતા સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરા કહે છે કે, માહિતી ખાતાની નોકરીએ શિસ્ત, સમયપાલન અને સતત અપડેટ રહેવાની તક પુરી પાડી છે. પૃફરીડિંગ, ઇ મેઇલ, સંશોધન, પ્રવાસ, વહીવટી બાબતો, વાંચન, પ્રકાશન, લેખન, ઘણી બધી બાબતો માહિતી ખાતા થકી જ શીખવા મળી છે. નવા વિસ્તારો અને અવનવા માણસોને મળવાની તક આ નોકરી થકી જ મળી શકી છે, જેણે અનુભવમાં બહોળો વધારો કર્યો છે. અધિકારીઓની સ્ફૂર્તિ, શિક્ષકોની શીખવવાની આવડત, કલાર્કની ડેટા મેનેજમેન્ટ આવડત, કેમેરામેનની સૂક્ષ્મ દ્રષ્ટિ, ડ્રાઇવરની શાર્પનેસ, પત્રકારોની ન્યુઝ પરખવાની આવડત, લેખકોની સજ્જતા વગેરે આ નોકરી થકી સાવ નજીકથી જોઇ શકાયા છે.

યુવા સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકા પરમાર કહે છે કે, મેં વર્ષ ૨૦૨૦માં માહિતી ખાતામાં ફેલોશીપ યોજના હેઠળ એક વર્ષ ઈન્ટર્ન તરીકે કામગીરી કરી હતી. ઈન્ટર્નશીપ જ્યારે પૂર્ણ થવા આવી ત્યારે માહિતી ખાતામાં નોકરી કરવાની તીવ્ર ઈચ્છા હતી. માહિતી અને પ્રસારણ વિભાગની ભરતીમાં ઉતીર્ણ થવાથી સહાયક માહિતી નિયામક તરીકે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીમાં ફરજ બજાવવાનો મોકો મળ્યો છે. વરીષ્ઠ અધિકારીશ્રીઓ-કર્મચારી પાસેથી નવી નવી ચેલેન્જીઝનો સામનો કરતાં શીખી છું. નવું શીખવાનો ઉત્સાહ, નવી બાબતો જાણવાનો રોમાંચ, ચોકસાઇપણું, વાંચનનો લેખનમાં ઉપયોગ, સામાન્ય જ્ઞાનની વૃધ્ધિ, નવી ટેકનોલોજીનો પરિચય, નવી યોજનાઓની જાણકારી અંગે અનેક બાબતો શીખીને આગળ વધી રહી છું.

સમગ્ર પ્રદેશમાં કામ કરતી મહિલાઓમાં સૌથી બહોળો અનુભવ ધરાવતા સિનીયર સબ એડીટરશ્રી પારૂલબેન આડેસરા કહે છે કે, મારા માટે માહિતી ખાતાની નોકરી એક સુંદર સફર છે, અનેક સંભારણાઓ છે… માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સિનિયર સબ એડીટર તરીકે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છું. મારી તેર વર્ષની સર્વિસ દરમ્યાન મેં જામનગર, જૂનાગઢ, મોરબી જિલ્લા માહિતી કચેરી તથા વિરપુર પ્રદર્શન એકમમાં પણ ફરજ બજાવી હતી.

યુવા સિનીયર સબ એડીટર પારૂલ કાનગડ કહે છે કે, તા.૨૩મી મે-૨૦૨૨ થી જામનગર જિલ્લા માહિતી કચેરીમાં સિનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવું છું. ત્યારથી અત્યાર સુધીમાં વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના કવરેજમાં શું કામ કરવાનું હોય, કેવી રીતે કરવું કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો તે શીખવા મળ્યું તેમજ સરકાર અને પ્રજા વચ્ચેના મહત્વના કડીરૂપ વિભાગમાં કામ કરવાનો અનુભવ મળ્યો છે. અને બધાને સાથે રાખીને કામ કરવાનું શીખી રહી છું.

ઘર અને નોકરી વચ્ચે સંતુલન રાખીને કામ કરતા દિવ્યાબેન ત્રીવેદી કહે છે કે, જામનગર ખાતે પ્રથમ પોસ્ટિંગથી લઈ રાજકોટ માહિતી કચેરી સુધીની ચાર વર્ષની સફરમાં માહિતી ખાતાની કામગીરી કેટલી ઊંડાણપૂર્વકની છે, અત્યંત સજાગ સચેત રહીને કરવાની કામગીરી છે તે વિશે ખ્યાલ આવ્યો. સમાચારનું કવરેજ, સ્પેશિયલ સ્ટોરી, સક્સેસ સ્ટોરીથી લઈ એક્રેડીટેશનની કામગીરી અને પત્રકારો સાથે તાલમેલ જાળવવાની કામગીરીમાં પણ ખૂબ જ સારો અનુભવ રહ્યો. જામનગર કચેરીએ માહિતી ખાતાની ટોપ ટુ બોટમ દરેક શાખાની કામગીરી શીખી અને કામગીરીના એક જ વર્ષ બાદ કોરોનાની પરિસ્થિતિમાં સતત ઝઝૂમીને હોસ્પિટલમાં અંદર જઈને કોરોનાના દર્દીઓની વચ્ચે કવરેજ કર્યું. કોરોનાગ્રસ્ત પણ થઈ, એ સમયે સહકર્મચારીઓ દ્વારા કામગીરીમાં મળતો દરેકનો સહયોગ મારા માટે આજીવન પ્રેરણારૂપ બની રહેશે.

જૂનાગઢ માહિતી વિભાગમાં માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા ક્રિષ્ના સીસોદિયા કહે છે કે, આજે યુવતીઓ પણ સરકારી નોકરી મેળવી રહી છે. યુવક કરતા યુવતીઓને વધુ પડકાર હોય છે. વર્ષ ૨૦૧૯ માં જૂનાગઢ માહિતી વિભાગમાં જ નોકરીની શરૂઆત કરી હતી. ૪ વર્ષ દરમિયાન સંપાદનને લગતી કામગીરી, ન્યુઝ કવરેજ, પ્રેસનોટ, ખાસ લેખ, સાફલ્યગાથા, કચેરીનાં વિવિધ કામો, ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસારની કામગીરી, જિલ્લા કક્ષાની બેઠકમાં પ્રતિનીધીત્વ, કોરોના મહામારીમાં કામગીરી, મહાનુંભાવોનાં કાર્યક્રમનું કવરેજ, મીડિયા સાથે સંકલન સહિતની જવાબદારી નિભાવવાની સાથે સમયપાલન અને સતત અપડેટ રહેવાની શીખ માહિતી વિભાગના કારણે પ્રાપ્ત થઈ છે.

માહિતી મદદનિશ શ્રી માર્ગી મહેતા કહે છે કે, માહિતી ખાતું. આ શબ્દો પ્રથમ વખત સાંભળ્યા ત્યારથી ધ્યેય હતું કે માહિતી ખાતામાં ફરજ નિભાવવી છે. એટલે માહિતી ખાતામાં ભરતીની જાહેરાત વાંચીને લાગ્યું કે જાણે આ પરીક્ષા તો મારા માટે જ છે. પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટમાં કાર્યરત થતાં સંપાદન અને વહીવટની કામગીરી વિષે જાણવા, શીખવા અને સમજવા મળ્યું, સમાચાર પત્રોને વાંચવાનો નવો દ્રષ્ટિકોણ મળ્યો, પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓના કાર્યક્રમ તેમજ વિધાનસભા ચૂંટણી જેવા વિશેષ કવરેજ કરવાનો રોચક અનુભવ મળ્યો. સરકારી યોજનાઓના પ્રચારની કામગીરી થકી વિવિધ લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનું માધ્યમ બનવાનો મોકો મળ્યાનો સંતોષ છે.

માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રી રિધ્ધિ ત્રિવેદી કહે છે કે, બી.બી.એ. અને એમ.બી.એ.ના અભ્યાસને લીધે કોલેજકાળમાં જ પ્લેસમેન્ટ મળી ગયું હતું. વાંચન-લેખનના શોખને કારણે મેં પત્રકારત્વનો અભ્યાસ કર્યો. સરકારી નોકરીની તૈયારી કરતી હતી અને માહિતી ખાતામાં નોકરી મળી ગઈ. માહિતી કેન્દ્રનું કાર્ય સંભાળીને મારી જ જેમ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું. જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, કારકિર્દી વિશેષાંક વિશે માહિતગાર કરું છું. તેમજ વિવિધ યોજનાકીય બુક્સ જે ઓનલાઈન મળી શકે તેના વિષે માહિતગાર કરું છું.

માહિતી સહ પ્રદર્શન એકમ, વિરપુરના માહીતી મદદનીશશ્રી ભાવિકા લીંબાસીયા કહે છે કે, વિરપુર એટલે જલારામ બાપાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ. જેમાં વિરપુરના પૂજ્ય જલારામ બાપા તો વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંયા મને સરકારના પ્રચારપ્રસારની કામગીરીના અનેકવિધ તબકકાઓમાંથી પસાર થવાનો મોકો મળ્યો. રોજ કાંઈક નવું શીખવાનો ઉત્સાહ હોવાથી મને નવી અને અજાણી બાબતોની જાણકારી મળે છે, , નવી યોજનાઓની જાણકારી, ચૂંટણીમાં માહિતી ખાતાની અનેકવિધ કામગીરી, સ્પેશિયલ સ્ટોરી, મિડીયા સંકલન સહિતની અનેક બાબતો શીખવા મળી છે.

સુરેન્દ્રનગરના માહિતી મદદનીશ અરુણા ડાવરા કહે છે કે, લેખન, એંકરીંગ, સાહિત્ય વાંચન તથા વક્તવ્યના શોખના કારણે પત્રકારત્વની ડીગ્રી મેળવી હતી. ઝાલાવાડની ધીંગી ધરા પર પોસ્ટીંગ મળતા ખુબ જ આનંદ થયો છે. અહિંયા મને સાપ્તાહિક, દૈનિક સમાચાર પત્રોની હાજરી પૂરવાની કામગીરી, સોશિયલ મીડિયાની કામગીરી, પ્રેસનોટની કામગીરી, પત્રકાર મિત્રો સાથે લાયેજનિંગની કામગીરી, ન્યુઝ કવરેજ – મીટીંગો દ્વારા લોક સંપર્ક થકી અનેક બાબતો શીખી રહી છું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા વૈશાલી રાવલીયા કહે છે કે, લખવા અને વાંચવાના શોખને કારણે વિભાગમાં જોડાયા બાદ દરરોજ નવું શીખવા અને જાણવા મળી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી તથા મંત્રીશ્રીના કવરેજ, અખબારી યાદી બનાવવા ઉપરાંત તમામ સરકારી વિભાગ સાથે કેવી રીતે જનસંપર્ક કેળવવો, સરકારશ્રીની યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડવી, વહીવટી કામગીરી કરવા અંગે શીખવા મળ્યું, ચૂંટણીના સમયમાં માહિતી ખાતા તરીક કરવાની અનેકવિધ કામગીરી ખુબ નજીકથી જોઈ. મિડીયા લાયેઝનિંગ, ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, કારકિર્દી વિશેષાંક વિશે લોકોને માહિતગાર કરવાનો મોકો પણ મળી રહ્યો છે.

ભુજ(કચ્છ)ના માહિતી મદદનીશ જિજ્ઞા વરસાણી કહે છે કે, માહિતી ખાતા ભુજ ખાતે નોકરીની શરૂઆત કરી ત્યારથી લઇને આજ સુધીનો મારા વ્યકિતત્વમાં, લેખનમાં તથા સામાજિક અભિગમમાં ઘણો જ બદલાવ આવ્યો છે. માહિતી ખાતાની સંપાદન કામગીરીમાં જવાબદારીપણુ, ઝડપ, ચોક્સાઇ અને સકારાત્મક અભિગમ રાખીને કામ કરવાની આવડત કેળવાઈ છે. પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રીના સહિતના મહાનુભાવોના કાર્યક્રમો, રણોત્સવ, જી-૨૦ જેવા કાર્યક્રમોના કવરેજમાં ઘણું શીખવા મળ્યું છે. સરકારશ્રીની યોજનાઓના લાભાર્થી તેમજ યોજનાની સફળતા દર્શાવતી સાફલ્ય ગાથાઓ કરવાથી સમાજમાં પોઝીટીવ બદલાવ કઇ રીતે આવી રહ્યો છે તે પણ ખુબ જ નજીકથી જોવા જાણવા મળી રહ્યં છે.

જામનગરના માહિતી મદદનીશ જલકૃતી મહેતા કહે છે કે,રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં મને કામ કરવાની અમુલ્ય તક મળી છે. સરકારના પ્રચારપ્રસારની કામગીરીના અનેક તબકકાઓમાંથી પસાર થવાનો મોકો મળ્યો છે. માહિતી ખાતામાં સમાચારની કામગીરી, સમયપાલન અને સતત અપડેટ રહેવાની તક, ન્યુઝ કવરેજ, ખાસલેખ તથા માહિતી કેન્દ્રની વિવિધ કામગીરી માટે થતો પ્રવાસ, કાર્યકુશળતા અને વહીવટી બાબતો, પ્રકાશન, જાહેર ખબરો સહિતની બધી બાબતો માહિતી ખાતામાં શીખવા મળી રહી છે. સકસેસ સ્ટોરીના કવરેજને લીધે ઘણી અનામી વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા મળી છે. નાના માણસોને મદદરૂપ થવાનો આત્મસંતોષ ઘણી વાર સાંપડયો છે. જેનાથી જીવન સાર્થક બન્યાની લાગણી થઇ આવે છે.

આમ જોઈએ તો, પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં કામ કરતી તમામ સ્ત્રીઓ માટે એક દિવસ જ નહીં પરંતુ દરેક દિવસ મહિલા દિવસ જ છે.

@_____________________

– BGB

gov.accre. Journalist

jamnagar

8758659878-

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!