GODHARAPANCHMAHAL

કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા મહિલા સશક્તિકરણ  અંગે ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો

 

ગોધરા તાલુકાની કાંકણપુર ખાતે આવેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં સી. ડબલ્યુ. ડી. સી અને એન.એન.એસ વિભાગના સયુંકત ઉપક્રમે સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે. એલ. કોટેચા અને શ્રીમતી એસ.એચ.ગાર્ડી કોલેજ ખાતે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગ રૂપે કોલેજના આચાર્યયશ્  ડૉ. જે.એન.શાસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ ગૂગલ મિટ એપ દ્વારા ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાયેલા વિધાર્થીભાઈઓ બહેનોનું સી.ડબ્લ્યુ.ડી.સી.ના કન્વીનર ડૉ. ઉષાબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સોનલબેન પંડ્યાએ મહિલા અધિકારો અને મહિલા સુરક્ષા અંગે વ્યાખ્યાન આપ્યું હતું.તેમજ સફળતા મેળવેલી ઉત્તમ મહિલાઓનું ઉદાહરણ આપ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે તમારે રીલ સ્ટોરી પ્રમાણે નઈ પણ રીઅલ સ્ટોરી રીતે પોતાનું જીવન જીવવાનું છે.આજે સમાજ બદલાઈ રહ્યો છે.નવી ટેકનોલોજી બદલાઈ છે તો એની સાથે દરેક મહિલાની વિચારસરણી પણ બદલવી જોઈએ .દરેક મહિલા એ ડર્યા વગર સંઘર્ષ કરીને આગળ વધવું જોઇએ તેમ પોતાના વક્તવ્યમાં જવાવ્યું હતું.

 

આ સાથે કોલેજના આચાર્ય ડૉ જૈમિનિ શાસ્ત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં કોલજના તમામ અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.ડબ્લ્યૂ. ડી.સી.ના કન્વીનર ડૉ. ઉષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની આભારવિધિ પણ ડૉ. ઉષાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ તેમજ કોલેજના આચાર્ય ડૉ જે.એન.શાસ્ત્રી સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!