NARMADASAGBARA

સાગબારાના ચિકાલી ફાટક પાસેથી શંકાસ્પદ આયુર્વેદિક સિરાપનો મોટો જથ્થો ઝડપાયો

સાગબારાના ચિકાલી ફાટક પાસેથી શંકાસ્પદ આયુર્વેદિક સિરાપનો મોટો જથ્થો ઝડપાયો

નર્મદા એલસીબીએ શંકાસ્પદ આયુર્વેદિક સીરપની ૧૭,૫૦૦ નંગ બોટલ રૂ. ૩.૬૦ લાખનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી આરંભી

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા એલસીબીએ સાગબારાના ચિકાલી ફાટક પાસેથી આઇશર ટેમ્પોમાં લઈ જવાતી શંકાસ્પદ આયુર્વેદિક સીરપની ૧૭,૫૦૦ નંગ બોટલ રૂ. ૩.૬૦ લાખનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી આરંભી છે

પ્રાપ્ત માહિતી મુજબ જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. એ સ્ટાફના પોલીસ માણસોને પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગ કરવા તેમજ શંકાસ્પદ ઇસમોની વોચમાં રહી કામગીરી કરવાની સુચના કરતાં એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા અને ચીકાલી ફાટક પાસે વાહન ચેકીંગ દરમ્યાન એક આઇસર ટેમ્પો નં. GJ 04 X8883 આવતા તેને રોકી આઇસર ટેમ્પાને ચેક કરતા અંદર અલગ-અલગ કંપનીની આયુર્વેદીક સીરપના ખાખી પુઠ્ઠાવાળા બોક્ષમાં કુલ-૧૭,૫૦૦ નંગ સીરપ કુલ કિંમત રૂપિયા ૩.૬૦ લાખ મળી આવતા સદર આયુર્વેદીક સીરપની બોટલ ઉપર contains self generated alcohol not more then 11% ‘ લખેલ હોય જે શંકાસ્પદ જણાતા સદર આયુર્વેદીક સીરપનો તમામ મુદ્દામાલ વધુ તપાસ અર્થે એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો છે

આયુર્વેદિક સીરપ કોણે મોકલાવી અને ક્યાં લઈ જવામાં આવતી હતી અને તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે વગેરે વિગતો સંપૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલ તો શંકાસ્પદ આયુર્વેદિક સિરપનો જથ્થો નર્મદા પોલીસે સીઝ કરી વધુ કાર્યવાહી આરંભી છે

 

Back to top button
error: Content is protected !!