JUNAGADHJUNAGADH CITY / TALUKO

માત્ર છ વર્ષના ટૂંકાગાળામાં 12 B(બી) સ્ટેટસ મેળવતી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.)ચેતન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ અસામાન્ય સિધ્ધી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : સમગ્ર દેશમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો તથા યુનિવર્સિટીઓનું નિયમન અને નિયંત્રણ કરતી સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમીશન – દિલ્હી(UGC) દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢને 12 B સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે. 12 B સ્ટેટસ મળી જતા UGC દ્વારા રિસર્ચ સહિતના ક્ષેત્રે કરોડો રૂપિયાની ગ્રાન્ટના દરવાજા ખુલી ગયા છે અને સાથે સાથે સંસોધન, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વિધાર્થીલક્ષી પ્રવૃતિઓને વધુ વેગ મળશે તે ચોક્કસ છે.
વર્ષ ૨૦૧૫માં વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપવામાં આવેલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે જુન ૨૦૧૭માં અનુસ્નાતક ભવનોની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા થયેલ શિક્ષણલક્ષી, વિધાર્થીલક્ષી, સમાજલક્ષી, સંસ્કારલક્ષી કાર્યોની નોધ લઈ UGC દિલ્હી દ્વારા 12 B સ્ટેટસ આપવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી ૨૦૧૯ થી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવતા પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીએ અસામાન્ય સિદ્ધિ મેળવેલ છે.
12 B(બી) ની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કુલપતિ પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. મયંકભાઈ સોની, યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યો સહિતના તમામ ટીચિંગ તથા નોન ટીચિંગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!