SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

તા.14/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લામાં કુલ ૩૫,૯૦૬ વિધાર્થીઓ ૧૩૫ કેન્દ્રો પર આપી રહ્યા છે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા

આજથી સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લા કલેકટર પી.એન.મકવાણા અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટે આર.પી.પી ગર્લ્સ સ્કુલની મુલાકાત લઈ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો જિલ્લા કલેકટર પી.એન.મકવાણાએ વિદ્યાર્થીઓને ગુલાબના પુષ્પ આપી પરીક્ષામાં સારો દેખાવ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં કલેકટરએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ વિશેની વિગતવાર માહિતી મેળવી શિક્ષકગણને સૂચનો કર્યા હતાં. તેમજ પોલીસ બંદોબસ્ત સહિત તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી ૨૯ માર્ચ સુધી યોજનારી બોર્ડની પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ ૧૦ માં ૨૦,૯૨૧ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૩,૬૯૮ તથા વિજ્ઞાન પ્રવાહમાં ૧૨૮૭ વિધાર્થીઓ પરીક્ષા આપશે. ૭૭ કેન્દ્રો પર ધોરણ ૧૦ તથા ૫૮ કેન્દ્રો પર ધોરણ ૧૨ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સચોટ આયોજન કરવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!