GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

બદલાતા સમયમા નવા પડકારો ને પહોંચી વળવા ગ્રાહક સુસજ્જ બને

સમગ્ર જગતમા ૧૫ માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર તરીકે મનાવવામા આવે છે. અમેરીકાના  રાષ્ટ્રપતિ જોહ્ન એફ. કેનેડી ગ્રાહકોના હક વિશે વાત કરનાર વિશ્વના સૌ પ્રથમ નેતા હતા. આ દિવસની ઉજવણી માટે પી. કે. ચૌધરી મહિલા આર્ટસ કોલેજ, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે તારીખ ૧૩-૦૩-૨૦૨૩ ના રોજ એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના સ્વૈચ્છિક અને માનદ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ (PLV) શ્રી અનિલ કક્કડ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાનુ વક્તવ્ય રજુ કરતા તેઓએ ગ્રાહકોના સલામતી, ઉપલબ્ધ સેવાઓ,  શિક્ષણ,  સુનાવણી અને ન્યાય માટેના  મૂળભૂત અધિકારો ની વૈશ્વિક કક્ષા એ આકાર લઇ રહેલા બનાવો ટાંકી દાખલા, ઉદાહરણો અને ચોક્કસ વિગતો સાથે સમજુતી આપી હતી .

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે સને ૨૦૨૩ ના વર્ષ માટે આંતર રાષ્ટ્રીય સ્તરેથી “ સ્વચ્છ ઉર્જા સંક્રમણો દ્વારા ગ્રાહકોને સશક્તિકરણ ”  વિષય ઉપર થીમ નક્કી કરવામા આવેલ છે. સમગ્ર વિશ્વમા આજે ઉર્જા ની માંગમા પ્રતિદિન વધારો થઇ રહેલ છે. જેના પરિણામે વધતુ જતુ વીજળી બીલ, બળતણ તરીકે વપરાતા કોલસા નુ પ્રમાણ  અને ફલસ્વરૂપ પર્યાવરણ ઉપર થતી માઠી અસરો સામે આજનો ગ્રાહક સક્રીય બની આ વિષય ને લગતી નીતિઓમા સહયોગી બને અને તેમા પોતાની હિસ્સેદારી નોંધાવવા માટે સુસજ્જ બને તેવી આંતર રાષ્ટ્રીય કક્ષાએથી ગ્રાહક પાસેથી અપેક્ષાઓ સેવવામા આવી રહી છે .

સેમિનારની સફળતા માટે કોલેજ ના આચાર્ય ડૉ. એમ. એમ. ચૌધરી અને પ્રોફેસર મીના વ્યાસ દ્વારા સાકારાત્મક પ્રયાસો કરવામા આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!