JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં હેલ્થમાં બેસ્ટ કામગીરી કરનાર આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવને આરોગ્ય મંત્રીના હસ્તે એવોર્ડ મળ્યો

અમદાવાદ ખાતે ન્યૂઝ-૧૮ના હેલ્થ સમિટમાં મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોમેન્ટો અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લા અને આસપાસના લોકો આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવ પાસે સારવાર લેવા માટે આવે છે. આરોગ્યમાં બેસ્ટ કામગીરી કરનાર ડો.ચિંતન યાદવને અમદાવાદ ખાતે યોજાયેલ ન્યૂઝ-૧૮ના હેલ્થ સમિટમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં ન્યૂઝ-૧૮ ગુજરાતી દ્વારા આયોજિત હેલ્થ સમિટ ગુજરાત લેવલનુ અમદાવાદ ખાતે આયોજન થયું હતું. જેમાં ગુજરાતના ખ્યાતનામ ડોક્ટરોની તેમની કાર્યસુચિનુસાર તેમનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવની આરોગ્યમાં બેસ્ટ કામગીરીને બિરદાવી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તેમને મોમેન્ટો અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવ(એમ.ડી., એફ.આઇ.સી.એમ., પલ્મોનરી એન્ડ ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢમાં સેવા આપે છે. અઢી વર્ષ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને હાલ પોતાની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તેમની સેવા અને સારવારના કારણે જૂનાગઢ સહિત અન્ય જિલ્લામાંથી પણ લોકો સારવાર લેવા માટે આવે છે. આથી તેમની સેવા અને સારવારના કારણે તેમને આ બેસ્ટ એવોર્ડ મળ્યો છે. જે જૂનાગઢ માટે ગૌરવની વાત છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!