JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂા.૫.૨૩ કરોડની ચૂકવાતી સહાય

ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના આશીર્વાદ સમાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ માટે પ્રથમ હપ્તા પેટે રૂા.૫.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ૯૬૯૬ કુટુંબોને
રૂા.૫.૨૩ કરોડની સહાય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ અરજીઓ મંજુર થઇ હતી. જેમાં પ્રથમ હપ્તામાં રૂા.૫.૨૩ કરોડની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે.જયારે બીજા હપ્તાના રૂ. ૫.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવનાર છે. આમ, જૂનાગઢ જિલ્લામાં ૯૬૯૬ ખડૂતોને ગાય નિભાવવા માટે બીજા હપ્તાની રકમ કુલ મળીને વાર્ષિક રૂ.૧૦.૪૬ કરોડની સહાય મળવા પાત્ર થશે.
પ્રાકૃતિક ખેતી કરવા દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરિયાત રહેતી હોય છે. જેના દ્વારા જમીનની ભેજ સગ્રહ ક્ષમતા ફળદ્રુપ્તા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે ઉમદા હેતુસર દેશી ગાયની સાચવણીમાં વધારો થયો છે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
દેશી ગાય સહાય મેળવવા ખેડૂત લાભાર્થીની પાત્રતા
આ યોજનાનો લાભ લેવા ખેડૂતની આઇડેટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ. લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ. આ યોજનાનો લાભ નાના-મોટા, સીમાંત, એસ.સી., એસ.ટી., જનરલ અને અન્ય દરેક ખેડૂતો લઇ શકે છે.
વર્ષ ૨૦૨૩માં નવી ૭૫૦ અરજીઓ મંજુર કરાઇ
વર્ષ ૨૦૨૩માં આ યોજના માટે કુલ ૧૦૫૦ અરજીઓ આવી હતી. જેમાંથી ૭૫૦ અરજીઓને મંજુરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં આ ૭૫૦ લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે તેવી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!