SAGBARA

સાગબારા તાલુકાના ચિકાલી ફાટક પાસેથી શંકાસ્પદ આર્યુવેદિક સિરપનો જથ્થો ઝડપાયો,

સાગબારા તાલુકાના ચિકાલી ફાટક પાસેથી શંકાસ્પદ આર્યુવેદિક સિરપનો જથ્થો ઝડપાયો,

 

સિરપની બોટલ ઉપર શંકાસ્પદ લખાણ જણાઇ આવતા ૩.૬૦ લાખની ૧૭,૫૦૦ બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

વાત્સલ્ય ન્યુઝ જેસીંગ વસાવા સાગબારા

 

નર્મદા જિલ્લાના એલસીબીએ સાગબારાના તાલુકાના ચિકાલી ફાટક પાસેથી આઇશર ટેમ્પોમાં લઈ જવાતી શંકાસ્પદ આયુર્વેદિક સીરપની ૩.૬૦ લાખની કિંમતની ૧૭,૫૦૦ નંગ બોટલનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

પ્રાપ્ત માહિતી અનુસાર જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.એ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગ કરવા તેમજ શંકાસ્પદ ઇસમોની વોચ રાખવાની સુચના આપવામાં આવી હતી. જેને પગલે એલ.સી.બી. પોલીસે સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા અને ચીકાલી ફાટક પાસે વાહન ચેકીંગ દરમ્યાન એક આઇસર ટેમ્પો (નં.GJ-04-X-8883) આવતા તેને રોકી ટેમ્પાને ચેક કરતા અંદર અલગ-અલગ કંપનીની આયુર્વેદીક સી૨૫ના ખાખી પુઠ્ઠાવાળા બોક્ષ મળી આવ્યા હતા. જેમાંથી ૩.૬૦ લાખની કિંમતની ૧૭,૫૦૦ નંગ સીરપ 1 મળી આવી હતી. આ આયુર્વેદીક । સીરપની બોટલ ઉપર contains self generated alcohol – not more then 11% લખેલું – હોવાથી શંકાસ્પદ જણાતા આયુર્વેદીક 1 સી૨૫નો તમામ મુદ્દામાલ વધુ તપાસ । અર્થે એલસીબી દ્વારા કબજે કરવામાં

આવ્યો હતો. આયુર્વેદિક સી૨૫ કોણે મોકલાવી અને ક્યાં લઈ જવામાં આવતી હતી અને તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે વગેરે વિગતો સંપૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ હાલ તો શંકાસ્પદ આયુર્વેદિક સિ૨૫નો જથ્થો નર્મદા પોલીસે સીઝ કરી વધુ કાર્યવાહી આરંભી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!