JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ વોકળા પરના દબાણો દૂર કરવા અને જવાબદારો સામે પગલાં લેવા ઉઠી લોકમાંગ

લોકોએ જાગૃત નાગરિકની આગેવાનીમાં ધારણા કરી આપ્યુ આવેદન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : ઝાંઝરડા રોડ વિસ્તારના લોકોએ આજે શહેરમાં આવેલ ઝાંઝરડા રોડ વિસ્તારમાં વોંકળાઓ ઉપર પૂર્વ સીનીયર ટાઉન પ્લાનર દિનેશભાઈ રાઠોડ તથા, સર્વેયર ભરતભાઈ ડોડીયા તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ભૂમાફીયાઓની મીલીભગત ના આક્ષેપો સાથે ઉપરોક્ત ટોળકી ધ્વારા વિસ્તારના વોંકળાઓ પર દબાણ કરી જૂનાગઢ ની જનતા ઉપર જાનહાની માલહાનીનો ગંભીર ખતરો ઉભો કરી રહેલા બીલ્ડરો સામે તાત્કાલીક રોક લગાવવા માંગ કરી હતી
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ઝાંઝરડા રોડ વિસ્તારના લોકોએ જાગૃત નાગરિક દરજ્જે અગાઉ અનેક વખત લડત કરનાર સાગર મકવાણાની આગેવાનીમાં પચાસ જેટલા લોકોના ટોળાએ કોઈપણ રાજકીય આગેવાનને સાથે રાખ્યા વગર મહાનગરપાલીકા વિસ્તારના મતદાર દરજ્જે મહાનગરપાલીકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર રજુઆતો કરેલ પરંતુ લોકોના જાનમાલના રક્ષણ માટે નિંભર તંત્રના અધિકારીઓએ પ્રજાના ગંભીર કહી શકાય તેવી બાબત તરફ સતત દુર્લક્ષ સેવેલ હોવાના સણસણતા અક્ષેપો કરી મહાનગરપાલિકાના ડે.કમિશનરને ધારદાર રજૂઆત કરી હતી
સાગર મકવાણાએ જણાવ્યું હતું કે આ સંદર્ભે તેમણે સીનીયર ટાઉન પ્લાનર બીપીનભાઈ ગામીતને અનેક વખત રજુઆત કરેલ હતી પરંતુ તેઓએ એવો જવાબ આપેલ કે “કોને વોંકળા ઢાંકવા દેવા કે ન ઢાંકવા દેવા તે માટે નકકી કરવાનું છે હું સીનીયર ટાઉન પ્લાનર છું તમે નહીં” આવો ઉડાવ જવાબ તેમના ધ્વારા આપવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા હતા તેમણે પોતાની લેખિત રજૂઆતમાં પણ ઉમેર્યું હતું કે તો સીનીયર ટાઉન પ્લાનરે એ વાત યાદ રાખવી જોઈએ કે તેમણે પ્રજાના હીતમાં કામ કરવાનું હોય છે કારણ કે પ્રજાના ટેક્ષના પૈસાથી તેમને વેતન મળે છે ઉપરાંત લોકો માટે બે દરકારી ભરેલ તેમની કામગીરીથી અનેક લોકોના જાનમાલ નુ રક્ષણ કુદરતી આફતો વખતે કૃત્રિમ રીતે ઉભી થયેલી બેદરકારીના કારણે જોખમાય છે.
ત્યારે બીલ્ડરો – ભૂમાફીયાઓ ઘ્વારા તે તેમણે યાદ રાખવું જોઈએ. અમોએ આ અગાઉ તા.૨૭/૨/૨૩ ના રોજ હરીઓમ નગર ઝાંઝરડા રોડ પર આવેલ વોંકળા પર દબાણ દૂર કરવા અરજ અહેવાલ કરેલ જેનો હજુ સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી અને આ ઉપરાંત વોંકળાપરનું પ્લોટ વેલીડેશન રદ કરેલ નથી. ત્યારબાદ તેમણે ગત્ તા.૯/૩/૨૩ ના રોજ ઝાંઝરડા ચોકડીથી મધુરમ બાયપાસ ત૨ફ જતા ડાબી બાજુ ટ્રેન્ડસના શો-રૂમની બાજુમાં આવેલ વોંકળા પર ભૂમાફીયાઓ – બીલ્ડરો ધ્વારા દબાણ કરેલ તે દૂર કરવા પણ લેખિત રજૂઆત કરેલ પરંતુ આ ટાઉનપ્લાનર અને બીલ્ડરોની મીલીભગતને લીધે તે જે સમગ્ર બાંધકામ મંજુરી જ રદ થવાને પાત્ર છે તે પણ આજદિન સુધી રદ કરવામાં આવેલ નથી. જેને ઉપસ્થિતોએ દુઃખદ ગણાવી હતી અને સાથે સમગ્ર જુનાગઢમાં આવા દરેક વોંકળાઓ ઉપર દબાણ કરી વોંકળા બંધ કરી દેવાયેલા હોવાના આક્ષેપો સાથે ભવિષ્યમાં જનાગઢના નાગરીકો માટે ચોમાસા દરમ્યાન જાનહાની માલહાની માટે મોટી આફત સર્જાય તેવી પરિસ્થિતિ છે. અને વોંકળો દબાવવાને લીધે ચોમાસાનું પાણી રોકાઈજવાથી અન્ય જગ્યાએ ફેલાશે અને અનેક નાગરીકોની જાનહાની સો ટકા થવાની સંભાવના ની દહસત વ્યક્ત કરી હતી.
મહાનગરપાલીકાના ટાઉન પ્લાનીંગ શાખાનાઅધિકારીઓ અને કર્મચારીઓએ દફતરમાં ચેડા કરી વોંકળો હોવા છતાં કેટલેખન કરી આ જગ્યાએ વોંકળો છે જ નહીં તેવી ખોટી જરી આપેલ છે. મહાનગર પાલીકાના ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ ફકત ભ્રષ્ટાચાર માટે માનવ જીંદગી સાથે ચેડા કરતા હોય તેવા સણસણતા અક્ષેપો કર્યા હતા આ ઉપરાંત આ બાંધકામ મંજુરી રદ બાંધકામને ખોટી, મંજુરી આપવા સબબ જવાબદાર અધિકારીઓ,કર્મચારીઓ સામે કાયદેસર કડક કાર્યવાહી કરવા પોતાની રજૂઆતમાં ઉગ્ર માંગ કરી છે
આ ઉપરાંત આ બાબતની ગંભીર નોંધ લઇ તાત્કાલીક પગલા લઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે હાઈકોર્ટમાં ન્યાય માટે રીટ—પીટીશન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!