GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARAT

યૌન શોષણ કેસના ચુકાદાને પડકાર માટે આસારામે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

ગાંધીનગર કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ કોર્ટના ચુકાદાને પડકાર આપવા માટે આસારામે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે હાઈકોર્ટમાં સજા પર રોક લગાવવા માટે અરજી કરી છે. આ મામલે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થઈ શકે છે.

આ આગાઉ ગાંધીનગર સેશન્સ કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ મામલે નામદાર કોર્ટ તમામ મુદાઓનું અવલોકન કર્યું હતું. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા પીડિતાને 50 હજારની આર્થિક વળતર આપવા સૂચન કર્યું હતું.

વર્ષ 2013માં સપ્ટેમ્બર માસમાં આશારામ વિરુદ્ધ સુરત ખાતે યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો તે પોલિસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કર્યો હતો. અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!