GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

દારૂબંધી હોવા છત્તાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 640 કરોડનું દારૂ અને નશીલા દ્રવ્યો ઝડપાયા

ગુજરાત વિધાનસભામાં દારૂબંધીને લઈને ભાજપ અને વિપક્ષ વચ્ચે શબ્દોના આકરા પ્રહારો ગૃહમાં દારૂ અને નશીલા દ્વવ્યો પકડાયા તેના આંકડા જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયાં હતાં. સરકારે રાજ્યમાં દારૂ પકડાવાના આંકડા જાહેર કરતાં જ દારૂબંધીના કાયદાનો અમલ નિષ્ફળ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું. સરકારે આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 640 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ, બિયર, દેશી દારૂ અને અન્ય નશીલા દ્વવ્યો પકડાયા છે.

સરકારે ગૃહમાં કબૂલ્યું હતું કે, રાજ્યમાંથી બે વર્ષમાં વિદેશી દારૂની 197 કરોડ 56 લાખ 21 હજાર 59 રૂપિયાની કિંમતની 51 કરોડ 48 લાખ પાંચ હજાર 345 બોટલો પકડાઈ છે. તે ઉપરાંત 3 કરોડ 99 લાખ 95 હજાર 154 રૂપિયાની કિંમતનો 1 કરોડ 80 હજાર 465 લિટર દેશી દારૂ પકડાયો છે. જ્યારે 10 કરોડ 51 લાખ 46 હજાર 161 રૂપિયાની કિંમતની 2 કરોડ 99 લાખ 95 હજાર 154 બોટલ બિયરની પકડાઈ છે. આ સિવાય 62 અબજ એક કરોડ 28 લાખ 76 હજાર 274 રૂપિયાની કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્‍ય ડ્રગ્‍સ પકડાયું છે.આ ગુનાઓમાં સંડોવાયેલા 3716 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.

ગૃહમાં દારૂની ચર્ચાઓ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આકરા શાબ્દિક પ્રહારો થયાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ દારૂ મુદ્દે થતી ચર્ચામાં સરકારની કામગીરી અને નબળી નીતિ ઉજાગર કરી હતી. આ ઉપરાંત ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સઘવીએ કોંગ્રેસના સવાલના જવાબમાં જણાવ્યું કે ગુજરાતમાં આજકાલથી દારૂ નથી પકડાતો મારે કોઈના નામ લેવામાં નથી પડવું કે લતીફ ને કોને ઉભો કર્યો ચીમનભાઈ પટેલના રાજમાં આ બધું થતું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!