BANASKANTHATHARAD

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે વાર્ષિકોત્સવ યોજાયો

૧૭ માર્ચ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે વર્ષ ૨૦૨૨-૨૩નો વાર્ષિકોત્સવ ડૉ. કરશનભાઈ પટેલ (ક્રિષ્ના હોસ્પિટલ, થરાદ)ના અધ્યક્ષ સ્થાને તેમજ અતિથિ વિશેષ એવા લુણાલ ગામના સરપંચશ્રી હીરાભાઈ પટેલ, કોલેજના આચાર્યશ્રી ભાવિક ચાવડા, પ્રાધ્યાપકો, વહીવટી સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. વાર્ષિકોત્સવની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના તેમજ સ્વાગત ગીતથી કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્યશ્રી ભાવિક ચાવડા દ્વારા તેમજ સાલ તથા ગાંધીજીના પ્રિય એવા રેંટિયાની પ્રતિકૃતિથી કરવામાં આવ્યું. કાર્યક્રમને આગળ વધારતા કોલેજમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન થયેલ તમામ કાર્યક્રમોને પ્રોજેક્ટર પર સૉર્ટ વિડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમના અધ્યક્ષશ્રી કરશનભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત skill development તેમજ અન્ય ક્ષેત્રમાં પણ કારકિર્દી ઘડી શકાય તેનાથી અવગત કરતી રસપ્રદ સ્પીચ આપી. ત્યારબાદ મહેમાનો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં યુનિવર્સીટી પરીક્ષામાં કોલેજ કક્ષાએ બી.એ. તથા બી.કોમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને મેડલ તેમજ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વાર્ષિકોત્સવ કાર્યક્રમના બીજા સેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા ૨૫ થી ૩૦ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તથા કોલેજમાં વર્ષ દરમ્યાન NSS ખાસ શિબિર તથા નિયમિત પ્રવૃત્તિમાં તેમજ સપ્તાધારા અંતર્ગત થયેલ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વાર્ષિકોત્સવનું સુચારું સંચાલન તેમજ ઉદઘોષક તરીકેની ફરજ કોલેજના પ્રાધ્યાપક ડો. અશોક વાઘેલા તથા શ્રી ચિરાગ શર્મા તેમજ સહયોગી વિદ્યાર્થીની સોલંકી પુષ્પાબેન દ્વારા કરવામાં આવ્યું. આ સમગ્ર વાર્ષિકોત્સવ કોલેજના આચાર્યશ્રી ભાવિક ચાવડાના માર્ગદર્શન હેઠળ કોલેજના શૈક્ષણિક સ્ટાફ, વહીવટી સ્ટાફ, સેવકમિત્રો તેમજ NSS સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.પ્રશાંત શર્મા દ્વારા આભારવિધિ કરી આ વાર્ષિકોત્સવ પૂર્ણ જાહેર કરાયો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!