AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

કોંગ્રેસે પક્ષ પલ્ટુ થયેલા 9 સભ્યો સામે કરી સખ્ત કાર્યવાહી

ગુજરાતના રાજકારણમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસે તાલાલા તાલુકમાં મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના તાલાલા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ કોંગ્રેસના 9 પક્ષ પલટુ સભ્યોને પક્ષે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

  • તાલાલા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ કોંગ્રેસના પક્ષ પલટુ નવ સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ
  • ભાજપ સાથે સાંઠ ગાંઠ કરી કોંગ્રેસના ચૂંટાયેલ પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં સામેલ થતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કર્યો નિર્ણય..
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા

સસપેન્ડ કરાયેલા સભ્યો…

  • ૧.નીજારભાઈ સમનાણી (ચિત્રાવડ)
  • ૨.લવજીભાઈ કપુરીયા (ધાવા)
  • ૩.દેવીબેન રામ (ઘુસિયા)
  • ૪.અલ્પાબેન વઘાસિયા (આંકોલવાડી)
  • ૫.અનિલાબેન બારડ (ધણેજ)
  • ૬.ધારાબેન કમાણી(આંબળાશ)
  • ૭. વિઠ્ઠલભાઈ ટીંબડીયા (હડમતીયા)
  • ૮.ભાવનાબેન હિરપરા (માધુપુર )
  • ૯.૨ઈઝાનાબેન મોરી (વડાળા)

ભાજપ સાથે સાંઠ ગાંઠ કરી કોંગ્રેસના ચૂંટાયેલ પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં સામેલ થતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરે કુલ 9 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. પક્ષ આ સભ્યો પર સસ્પેન્ડ બાદ અન્ય શું કાર્યવાહી કરે તે હવે જોવાનું રહ્યું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!