GODHARAPANCHMAHAL

કોમર્સ કોલેજ ગોધરા ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ કોમની ટીમ ચેમ્પિયન

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

“રમતગમત અને સંગીત એક એવી પ્રવૃત્તિ જે તમારી મુશ્કેલ પરિસ્થિતિ ને હળવી બનાવવાની તાકાત ધરાવે છે” ત્યારે જિંદગી પણ એક મેચ જેવી છે જેને ખેલ દિલીપૂર્વક રમી, સ્વીકારી અને જિંદગીનો આનંદ લેવા માટે વિદ્યાર્થીઓને કોમર્સ કોલેજ ગોધરાની ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને કોમર્સ કોલેજ ગોધરાના સેક્રેટરી કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકીએ શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં આ શબ્દો કહેતા ઉપસ્થિત ખેલાડીઓએ તાળીઓના ગડગડાટ થી કામિનીબેન ના શબ્દો ને વધાવી લીધા હતા.

દર વર્ષે કોલેજના વિદ્યાર્થીઓ માટે રમાતી ઈન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા કામિની બેને વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી શીખ આપી ખેલદીલી થી રમી તમામ ટીમોને જીતવાની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે જીવનમાં ડગલેને પગલે વિજય માટે ના સતત પ્રયત્નો કરો તેવું આહવાન કરતા તેઓએ વિદ્યાર્થીઓને ક્રિકેટની બીજી ઇનિંગની જેમ શિક્ષણ બાદ હવે નોકરી, ધંધો, રોજગારમાં પણ મન લગાવીને રમતની જેમ જ ભાગ લેવા આહવાન કર્યું હતું .આ પ્રસંગે તેમના તરફથી વિદ્યાર્થીઓ માટે એનર્જી ડ્રિંકની તાત્કાલિક વ્યવસ્થા કરાતા વિદ્યાર્થી ખેલાડીઓ ખુશ ખુશ થઈ ગયા હતા.

શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના મેદાનમાં રમાયેલી નોકઆઉટ ટુર્નામેન્ટમાં સૌ પ્રથમ એફ વાય અને એસ વાય વચ્ચે મેચ રમાઈ હતી જેમાં દ્વિતીય વર્ષ વિજયી બન્યું હતું ,જ્યારે દ્વિતીય વર્ષ અને એમ કોમની બીજી મેચમાં એમ કોમ નો વિજય થતા વિજય બંને વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં રસાકસીના અંતે એમકોમ ની ટીમ વિજેતા બની હતી જેને કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકી તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ મેચના મેન ઓફ ધી મેચ ,બેસ્ટ બોલર અને બેસ્ટ બેટસ મેનને પણ ટ્રોફી એનાયત કરાઈ હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કિશોરભાઈ તુષારભાઈ પાર્થભાઈ સહિત ક્રિકેટ તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટનું સફળ આયોજન અને સંચાલન આચાર્ય ડો અરુણ સિંહ સોલંકી એ કર્યું હતું, કોલેજની મેચ માટે વિનામૂલ્યે મેદાન ફાળવી આપવા બદલ શ્રી ભૂપેશ કુમાર શાહનો આભાર માનવામાં આવ્યો હતો.મેચ નિહાળવા ભાઈઓ ઉપરાંત કોલેજની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!