રાજકોટ જિલ્લાના ૩,૯૧,૫૪૫ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૬૦૦.૭૧ કરોડની સબસીડી ચૂકવવામાં આવી

તા.૧૮ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ: ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના ખેતીવાડી વિજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૧,૯૪,૧૭૧ ગ્રાહકોને અને ૨૦૨૨માં કુલ ૧,૯૭,૩૭૪ ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં ૩,૯૧,૫૪૫ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં રૂ. ૨૭૨.૮૩ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ. ૩૨૯.૮૮ કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૬૦૦.૭૧ કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.

વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો