GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યના તમામ મહિલા કર્મચારીઓને વધારાની 7 દિવસની સી.એલ. રજા મધ્યપ્રદેશ રાજ્યના મહિલા કર્મચારીની જેમ જાહેર કરવા અંગે રજુઆત કરવામાં આવી

૧૮-માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઇ વી. ધરજીયાએ જણાવ્યું છે કે હાલ માત્ર ગાંધીધામ તાલુકાના કે કચ્છ જિલ્લા ના જ મહિલા કર્મચારીઓ નહી પરંતુ આખા ગુજરાત રાજ્યના મહિલા કર્મચારીઓના આ પ્રશ્ન અને રજૂઆતને ધ્યાને લઈને જણાવ્યું છે કે હાલે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના શુભ અવસર પર મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબે તેમના મહિલા કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી એક ખુબજ સારો અને ઉમદા નર્ણય કર્યો છે તેમને મધ્યપ્રદેશના મહિલા કર્મચરીઓ માટે વધારાની 7 (સાત)દિવસની સી.એલ. રજા આપવાનો નિર્ણય કર્યો છે.અને મહિલા આજે દરેક ક્ષેત્રમાં ખભાથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે. ત્યારે તેમના પર માતૃત્વ અને ઘર સાંભળવાની વધારાની જવાબદારી પણ છે. ત્યારે જો મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીએ મહિલા કર્મચારીઓ માટે વધારાની 7 (સાત) દિવસની સી.એલ. રજા આપવાની નિર્ણય કર્યો છે તેથી આવો નિર્ણય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે. અને ગુજરાત રાજ્યના મહિલા કર્મચારીઓને પણ મધ્યપ્રદેશ ના મહિલા કર્મચારીઓની જેમ વધારાની 7 દિવસની સી.એલ. રજા આપવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાની ટીમ તરફથી ઉચ્ચ કક્ષાની કચેરીએ રજુઆત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!