અરવલ્લી : વિના મુલ્યે વિવિધ દર્દોના નિદાન અને દવા આપતા “દીનદયાળ ઔષધાલય” ની શરુઆત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : વિના મુલ્યે વિવિધ દર્દોના નિદાન અને દવા આપતા “દીનદયાળ ઔષધાલય” ની શરુઆત

(૧)મોડાસા બજાર સબસેન્ટરની ચાંદ ટેકરી આંગણવાડી (૨) સર્વોદયનગર સબસેન્ટરની સર્વોદયનગર-૩ આંગણવાડી અને (૩) માલપુર ડીપરોડ સબસેન્ટરની કુંભારવાડા આંગણવાડી “દીનદયાળ ઔષધાલય” ની સેવા કાર્યરત

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના નગરપાલિકા વિસ્તારના સર્વોદયનગર-૩ આંગણવાડી ખાતે વિના મુલ્યે વિવિધ દર્દોના નિદાન અને દવા આપતા “દીનદયાળ ઔષધાલય” ની શરુઆત તા.૧૭/૦૩/૨૦૨૩ ના રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ મા.નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યુ. મોડાસા તાલુકાના અનુક્ર્મે (૧) મોડાસા બજાર સબસેન્ટરની ચાંદ ટેકરી આંગણવાડી (૨) સર્વોદયનગર સબસેન્ટરની સર્વોદયનગર-૩ આંગણવાડી અને (૩) માલપુર ડીપરોડ સબસેન્ટરની કુંભારવાડા આંગણવાડી. “દીનદયાળ ઔષધાલય” કાર્યરત થયેલ હોઇ સરકાર દ્વારા આવા આરોગ્ય કેંદ્રોમાં જીલ્લા પંચાયત હસ્તક સદર “દીનદયાળ ઔષધાલય” ની સેવા સાંજે ૦૫:૦૦ કલાક થી રાત્રે ૯:૦૦ કલાક સુધી વિના મુલ્યે નિદાન અને દવા અપાય છે. આ આરોગ્ય કેંદ્ર રવિવાર તથા જાહેર રજાના દિવસે બંધ રહે છે. આમ “ દીનદયાલ ઔષધાલય” નો બહોળો પ્રચાર કરી વિના મુલ્યે વિવિધ દર્દોના નિદાન અને દવા થકી આવી સેવાઓનો લાભ લોકો લે તે માટે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મા.નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકા વિસ્તારના કોર્પોરેટરશ્રી દ્વારા વિગતવાર માહીતી આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચારના અરવલ્લી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો