HALOLPANCHMAHAL

હાલોલ:સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ તથા આયુષ મેળો ધારાસભ્યની અઘ્યક્ષતામાં યોજાયો.

તા.૧૮.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલોલ ખાતે આજે બપોરે આઝાદિકા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આર્યુવેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર નાં માર્ગદર્શન હેઠળ આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ તથા સરકારી આર્યુવેદ હોસ્પિટલ પોપટપૂરા દ્વારા આયોજિત આયુષ નિદાન સારવાર કેમ્પ તથા આયુષ મેળો સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારનાં અઘ્યક્ષ સ્થાનેથી યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતનાં પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ રમેશભાઇ પરમાર,હાલોલ નગર પાલિકા નાં પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ,સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજસિંહજી પરમાર,હાલોલ આરોગ્ય વિભાગના અધિક્ષક ડૉ.સાગર ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આયુષ નિદાન સારવાર કેમ્પ તથા આયુષ મેળાની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ શાળાના નાના બાળકો દ્વારા સ્વાગત ગીત ગાઈ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ઉપસ્થિત આર્યુવેદિક ડોકટર દ્વારા રોગોના નિદાન માટે દરેક નાં ઘરમાં આર્યુવેદ દવા ઉપલબ્ધ છે.જેને લઈ આઝાદીના અમૃત મહોત્સવ માં હર દિન હર ઘર આર્યુવેદ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ઉપરાંત ડોકટરે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ દિનચર્ચા,ઋતુચર્ચા,યોગ નિર્દશન, વન ઔષધી,રસોડાના ઔષધોનું પ્રદશન કરવામાં આવ્યું હતું.જ્યારે આર્યુવેદિક ઓ.પી.ડી, વૃધ્ધાવસ્થા જન્ય વિકારો,ડાયાબિટીસ અને ચામડીના રોગો, હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ આયુષ પદ્ધતિથી ઈલાજ માં સાંધાના દુઃખાવા માં અગ્નિ કર્મથી સારવાર ,પંચકર્મ સારવાર નું જીવંત નિર્દશન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!